________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ ચાતુર્માસ કરાવ્યા અને તે દરમિયાન બંને ચોમાસામાં સાધર્મિક ભક્તિનો લાભ લીધો. વળી સ્વયં રોજ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી કરી લઈ આવતાં અને ઉલ્લાસથી ગોચરી
પાણી વગેરે વહોરાવવાનો લાભ લેતાં. ૧૭. મલાડ હીરસૂરિ ઉપાશ્રયમાં પૂ. ગુરુદેવ આ.
ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા જયઘોષસૂરિ મ.સા.ની નિશ્રામાં થયેલ સામુદાયિક પ્રભુના અંજન-પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સીમંધરસ્વામી, શ્રી ચંદ્રપ્રભસ્વામી, શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી અનંતનાથપ્રભુ, શ્રી વિમલનાથપ્રભુ, શ્રી સંભવનાથપ્રભુ, શ્રી સુમતિનાથપ્રભુ વગેરે અનેક પ્રતિમાજી ભરાવ્યા, અનેક
ગામોમાં પધરાવ્યાં. ૧૮. અમદાવાદ દિવ્યદર્શનભવનમાં હોલનો લાભ લીધો. ૧૯. ખંભાતના સર્વ ચેત્યોમાં દેરાસર સાધારણની યોજનામાં લાભ
લીધો. ૨૦. ખંભાત મુકામે શ્રી શ્રેયાંસનાથ જૈન દહેરાસરજીમાં શ્રી
શાન્તિનાથજી, શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી આદિશ્વર પરમાત્માની
પ્રતિષ્ઠા કરાવી. ૨૧. ખંભાત મુકામે ચોકસીની પોળમાં શ્રી ગૌતમસ્વામીજીના
દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૨૨. ખંભાત દંતારવાડામાં એક પ્રભુજીની મૂર્તિ ભરાવવાનો લાભ
લીધો. ૨૩. અમદાવાદ મણીનગરમાં એક પ્રભુજીની મૂર્તિ ભરાવવાનો લાભ
લીધો. ૨૪. મુંબઈ ભાયખલા મધ્યે ચોવીશ જીનાલયજીમાં બીજા શ્રી
અજીતનાથજી ભગવાનની મૂર્તિ ભરાવી-પ્રતિષ્ઠા કરી આખી દેરીનો લાભ ધજા સાથે લીધો.