________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ આરાધનાઓથી જીવન મઘમઘાયમાન હતું. ભારતભરના લગભગ સર્વે તીર્થોની યાત્રા પણ તેમણે કરેલી તથા સિદ્ધગિરિતીર્થમાં ચાતુર્માસ પણ કર્યું. પુણ્યાનુબંધિ પુણ્યના એવા સ્વામી હતા કે પુત્રોને આર્થિક ક્ષેત્રે અનુકૂળતા મળતા તેમના હાથે અનેક સુકૃતોના કાર્યો થયાં.
પોતાના પતિની સ્મૃતિ નિમિત્તે તેમણે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ”ની સ્થાપના કરાવી. તેના અન્વયે અનેક સુકૃતોની પરંપરા ચાલી જે સંક્ષેપમાં નીચે મુજબ છે. ૧. ખંભાતમાં પ.પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય
ભુવનભાનુસૂરિશ્વરજી મ. આદિ ૮૦ મુનિઓ તથા શતાધિક સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં લગભગ અઢીસો પ્રતિમાજીઓનો
અંજનશલાકા મહોત્સવ કર્યો. ૨. નડિયાદમાં સ્વદ્રવ્યથી સુપાર્શ્વનાથ પ્રભુના શિખરબંધી ચૈત્યનું
નિર્માણ કરાવ્યું. ૩. ખંભાત દેવાણનગર મહાવીર પ્રભુના ચૈત્યના ભોંયરામાં શ્રી
સીમંધરસ્વામી પ્રભુ તથા અતીત-અનાગત ચોવીશીના ૪૮માંથી ૪૭ ભગવાન ભરાવી પ્રવેશ કરાવ્યો.
હસ્તગિરિમાં દીક્ષા કલ્યાણના ચૈત્યનું નિર્માણ કરાવ્યું. ૫. હસ્તગિરિમાં સમવસરણ મંદિર ચૌમુખજીમાં મૂળનાયક પ્રભુ
ભરાવવાનો તથા પ્રતિષ્ઠાનો લાભ રજનીભાઈ દેવડી સાથે ભાગમાં લીધો. મુંબઈ-બાણગંગા વિમલ સોસાયટીમાં શ્રી વિમલનાથ પ્રભુના ગૃહચૈત્યનું નિર્માણ કરાવ્યું તેમાં વિમલનાથ પ્રભુ વગેરે બિંબોની
ચલપ્રતિષ્ઠા કરી તથા જોડે ઉપાશ્રય કોઈકના ભાગમાં કર્યો. ૭. વિરમગામમાં શ્રી સંભવનાથ પ્રભુનું સામરણવાળું ચય કરાવ્યું
તથા સાધર્મિકો માટે ધર્મશાળા નિર્માણ કરાવી.