________________
ગાથા-શબ્દાર્થ
૩૫
કીડા, કંથવા, ગોપાલિકા, ઈયળ, ગોકળગાય વગેરે તેઈન્દ્રિય જીવો છે. (૧૬, ૧૭)
ચઉરિદિયા ય વિæ, ઢિંકુણ ભમરા ય ભમરિયા તિા ।
મસ્ફિય ડંસા મસગા, કંસારી કવિલ ડોલાઈ ||૧૮॥ વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડો, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી વગેરે ચઉરિન્દ્રિય જીવો છે. (૧૮)
પંચિંદિયા ય ચઉહા, નારય તિરિયા મણુસ્સ દેવા ય ।
નેરઈયા સત્તવિહા, નાયવ્વા પુઢવિ-ભેએણં ||૧૯|| પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારે છે :- નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ. તેમાં પૃથ્વીના ભેદોની અપેક્ષાએ નારકી સાત પ્રકારની જાણવી. (૧૯)
જલચર થલયર ખયરા, તિવિહા પંચિંદિયા તિરિા ય । સુસુમાર મચ્છ કચ્છવ, ગાહા મગરા ય જલચારી ||૨|ા જળચર (પાણીમાં રહેનાર), સ્થળચર (જમીન ઉપર રહેનારા) તથા ખેચર (આકાશમાં ઉડનારા) આમ ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચો છે. તેમાં સુસુમાર (મોટા મગરમચ્છ) માછલાં, કાચબા, ગ્રાહ, મગર વગેરે જળચર જીવો છે. (૨૦)
ચઉપય ઉરપરિસપ્પા, ભુયપરિસપ્પા ય થલચરા તિવિહા । ગો-સપ્પ-નઉલ-પમુહા બોધવ્વા તે સમાસેણં ||૨૧||
ચતુષ્પદ, પેટે ચાલનારા, તથા હાથથી ચાલનારા એમ સ્થળચર ત્રણ પ્રકારે છે. તે સંક્ષેપમાં ગાય, સર્પ, નોળિયા વગેરે જાણવા. (૨૧) ખયરા રોમયપક્ખી, ચમ્મયપક્ષી ય પાયડા યેવ । નરલોગાઓ બાહિં, સમુગ્ણપક્ખી વિયયપક્ષી ॥૨૨॥ પક્ષીઓ રૂંવાટાની પાંખવાળા (કાગડા, પોપટ, કબુતર વગેરે) તથા ચામડાની પાંખવાળા (ચામાચીડિયા, વાગોળ વગેરે) જાણીતા છે. મનુષ્યલોકની બહાર સંકુચિત પાંખવાળા તથા વિસ્તૃત પાંખવાળા પક્ષીઓ હોય છે. (૨૨)