________________
સંમૂચ્છિમ મનુષ્યોના વિરાધના-વિવેક
નગરની ખાળ વગેરે અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોના શરીરથી આ પદાર્થો છૂટા પડતાં મુહૂર્ત પછી તેમાં અસંખ્ય સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા હોય છે. સ્વયોગ્યપર્યાપ્તિ પૂર્ણ થતાં પૂર્વે જ મૃત્યુ પામે છે.
સંમૂચ્છિમ મનુષ્યની વિરાધના અને વિવેક
ભોજન એઠું મુકવામાં, ગટરાદિમાં ઝાડો-પેશાબ કરવામાં, રસ્તામાં ગમે ત્યાં બળખો વગેરે નાખવામાં-થૂંકવામાં, એંઠો ગ્લાસ મટકામાં નાખવામાં, તે તે વસ્તુમાં મુહૂર્ત પછી અસંખ્ય સંમૂચ્છિમ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. એમની ઉત્પત્તિ તથા મૃત્યુની પરંપરા ચાલુ રહે છે. માટે આ બધામાં પૂરો વિવેક રાખવાની જરૂર છે.
ભોજનની થાળી ધોઈ તે પાણી પીધા પછી કપડાના ટુકડાથી થાળી કોરી કરી નાંખી, ટુકડો પણ પાણીથી ધોઈને, પાણી છુટું છુટું રસ્તામાં નાંખવાથી, સંડાસ ગામ બહાર જવાથી, પેશાબ છૂટામાં બે ઘડીમાં સુકાઈ જાય તે રીતે કરવાથી, બળખો-થુંક વગેરે રેતીમાં ચોળી નાંખવાથી, એંઠો ગ્લાસ મટકામાં ન બોળતા ચોક્ખા ગ્લાસથી પાણી વગેરે લેવાથી તથા પાણી પીધા પછી ગ્લાસ લુછી નાંખવાથી, પરસેવાવાળા કપડા વગેરે સુકવી દેવાથી, આવા પ્રકારના વિવેકથી સંમૂચ્છિમ મનુષ્યની વિરાધનાથી આત્મા બચી જાય છે.
દેવતા
તેના મુખ્ય ૪ ભેદ છે
ભવનપતિ
(૨૫)
T
વ્યંતર
(૨૬)
જ્યોતિષ
(૧૦)
૧૫
વૈમાનિક
(૩૮)