________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
વૈયાવચ્ચ, સહનશીલતા અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ, રત્નપ્રસૂતા
મૂળીબા
સંવત ૧૯૫૬ની જ્ઞાનપંચમીએ ખંભાતમાં વિશા ઓશવાળ જ્ઞાતીય દલપતભાઈ ખુશાલચંદ ઝવેરીના ધર્મપત્ની રતનબેનની કુક્ષિએ જન્મ પામી મૂળીબેને નાની ઉંમરમાં જ પૂર્વના ધર્મસંસ્કારો દઢ કર્યા. નાનપણથી જ આવશ્યક ધર્મ પ્રવૃત્તિ ચાલુ હતી. યુવાવસ્થામાં પોતાની જ્ઞાતિના જ અંબાલાલભાઈ સાથે લગ્ન થયા. અંબાલાલભાઈના પૂર્વ પત્નીના પુત્રી ચંપાબેનને સ્વપુત્રીની જેમ ઉછેર્યા. અંધ સાસુની દિલ લગાવીને માતા સમાન માની ભક્તિ કરી... પતિની દીર્ઘ માંદગીમાં બીલકુલ કંટાળ્યા વગર સતત દિવસ રાતના ઉજાગરા કરીને સેવા કરી. પતિ તથા પોતે બાળપણથી જ સુપાત્રદાનના અત્યંત પ્રેમી હતા. નબળી આર્થિક દશામાં પણ બાળકોને શેરીના નાકે ઉભા રાખી ગોચરી નીકળેલા સાધુ સાધ્વીજીઓને ઘેર બોલાવી ખૂબ ભક્તિથી વહોરાવતા અને આનંદ પામતા. - પતિના મૃત્યુ પછી પુત્રોને વાત્સલ્યપૂર્વક ઉછેર્યા, સાથે ધર્મ સંસ્કારી બનાવ્યા. એક પુત્ર હીરાલાલને મોહથી દીક્ષા આપવાની ઈચ્છા નહીં છતાં તેને દીક્ષાની તીવ્ર ઈચ્છાના કારણે સંસારમાં વ્યથિત થતા જોઈ હૃદય કઠણ કરીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. ચારિત્રની ભાવનાવાળી પુત્રીને મોહથી પરણાવી દીધી. પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરતી તથા ચારિત્રમાં મક્કમ રહેતી દીકરીને પણ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી.
પુત્ર હીરાલાલે દીક્ષાના ત્રણ વર્ષ પૂર્વે સ્વેચ્છાથી જેની સાથે સગપણ કરેલ, તે સરસ્વતીબેને પણ દીક્ષા ગ્રહણ કરી. પુત્ર હીરાલાલ