________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
[ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના
દેવાધિદેવ ભગવાન મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષની સાધનાના અંતે વૈશાખ સુદ-૧૦ ના દિવસે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને વૈશાખ સુદ-૧૧ના દિવસે અપાપાપુરીમાં દેશનાના અંતે ઈન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણોને ચારિત્ર આપ્યું, ચંદનબાળા આદિને સાધ્વી પદ ઉપર સ્થાપન કર્યા અને બીજા બહુસંખ્ય ગૃહસ્થોને શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. આ રીતે પરમકૃપાળુ પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ચતુર્વિધ સંઘના સંચાલન માટે શ્રતની પરમ આવશ્યકતા હોય છે. આથી જ પ્રભુજીએ ઈન્દ્રભૂતિ આદિ અગિયારને “SUને વી - વિપામેરુ વા – યુવે વા” રૂપ ત્રિપદી આપી. બીજબુદ્ધિના ધણી આ અગિયાર ગણધર ભગવંતોએ ત્રિપદીના આધારે અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. કૃપાળુ પ્રભુએ આ દ્વાદશાંગીની અનુજ્ઞા આપી અને આ ઈન્દ્રભૂતિ આદિ અગિયારે મહાત્માઓને ગણધરપદ ઉપર સ્થાપન કર્યા. પરમાત્માના નિર્વાણ પૂર્વે જ નવ ગણધરો પોતાના ગણને પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીને સોંપી નિર્વાણપદને પામ્યા. ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીએ પણ સુધર્મા સ્વામીજી દીર્ધાયુષી હોવાને કારણે પોતાનો ગણ તેમને સોંપી દીધો એટલે સુધર્મા ભગવાનની દ્વાદશાંગીની પરંપરા ચાલી. નવ ગણધર ભગવંતોની દ્વાદશાંગી તેઓની પાછળ લુપ્ત થઈ.
એક બાજુ બુદ્ધિ અને મેધા દિનપ્રતિદિન ઓછી થતાં દ્વાદશાંગીમાંથી બારમા દૃષ્ટિવાદનો લોપ થવા માંડ્યો તો બીજી બાજુ કરુણાવત્સલ આચાર્ય ભગવંતોએ ભવિષ્યકાળના જીવોના કલ્યાણ માટે દૃષ્ટિવાદ કે બીજા અંગોમાંથી પદાર્થો ગુંથીને અનેકવિધ શાસ્ત્રોના નિર્માણ કર્યા અને ત્યાર પછી થનારા આચાર્ય ભગવંતોએ બાળજીવોના હિત માટે આગમશાસ્ત્રોમાંથી જુદા જુદા વિષયોના પદાર્થોની સંકલના કરીને પ્રકરણ ગ્રંથોની રચના કરી.