________________
ધારણા :
૧૩. સ્નાન:
ધારણા :
એકમાં જ થાય છે, પરંતુ ચીજ બદલાતાં ગણતરી વધે. જેમ બેસવા માટેની એક જ ખુરશી ઉપર દિવસમાં પાંચ વખત બેઠા તો ગણતરી એકમાં જ થાય. પરંતુ જુદી જુદી પાંચ ખુરશી ઉપર બેસે તો પાંચની ગણતરી થાય. કોઈ વ્યક્તિ સુતી વખતે પલંગ ઉપર બે ગાદલા રાખે, ઉપર ઓછાડ પાથરે, માથા નીચે બે ઓશીકા રાખે અને એક ગાદલું ઓઢે તો અહીંયા ૧ પલંગ + ૨ ગાદલા + ૧ ઓછાડ + ૨ ઓશીકા + ૧ ગાદલું = ૭ શયનની ચીજ થાય. આ રીતે સઘળી ગણતરી કરવી. ભૂમિ ઉપર બેસે તો
તેની ગણતરી ન થાય. ૧૦. વિલેપન: શરીરે ચોપડવાની ચીજો વિલેપનમાં ગણાય છે. જેમકે-સાબુ,
શરીરે ચોપડવાની દવા, ચંદન, અત્તર, તેલ, ઘી, સ્નો, પાવડર,
લાલી, લીસ્ટીક, અંજન વગેરે... ધારણા : દા.ત. વિલેપનની ૨૫ થી વધુ ચીજો વાપરવી નહિ. (ખાસ
સુચના : સૌદર્ય પ્રસાધનની ચીજોમાં હાલ પુષ્કળ હિંસા થાય છે માટે વાપરવા જેવી નથી. આ અંગેની વિસ્તારની માહિતી ‘ઘેર
ઘેર ઘોર હિંસા' નામના મારા ગુરુદેવના પુસ્તકમાં આપેલ છે.) ૧૧. બ્રહ્મચર્ય : આ નિયમમાં અબ્રહ્મનો સંપૂર્ણ ત્યાગ કરી શકાય. જો તે શક્ય ન
હોય તો છેવટે બ્રહ્મચર્યની સમય મર્યાદા ધારી લેવી. અબ્રહ્મમાં સજાતીય પાપ, વિજાતીય પાપ, હસ્તમૈથુન, વિજાતીય સ્પર્શના પાપ વગેરેનો સમાવેશ થાય છે. માનસિક અબ્રહ્મના વિચારો સતાવતા હોય તો વચનના અને કાયાના અબ્રહ્મ સંબંધી ત્યાગ ધારવો. માનસિક વિચારોમાં જયણા ધારવા છતાં બચવા પ્રયત્નશીલ બનવું. ધારણાઃ દા.ત. અબ્રહ્મનો ત્યાગ અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. જે દિવસે કે રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્ય શક્ય ન હોય ત્યારે સમય મર્યાદા પણ છેવટે ધારવી. જેમ અડધો કલાકથી વધુ અબ્રહ્મનું
પાપ કરવું નહિ. ૧૨. દિક્પરિમાણઃ ગામ, જિલ્લો, તાલુકો, રાજ્ય, અમુક-અમુક રાજ્યો, દેશ કે
ચારેય દિશામાં અમુક કિ.મી. થી બહાર જવું નહિ. તે રીતે અહીં ધારણા કરવાની હોય છે. અહીંયા દિવસ કે રાત સંબંધી ધારણા
દરિયા જેટલા પાપો ખાબોચિયામાં - ૪
છે માટે અલ્પષેત્ર ધારી શકાય-તેથી વિશેષ લાભ મળે છે. ધારેલ ક્ષેત્રની બહારના તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. દા.ત. આજે વિવક્ષિત ગામથી બહાર જવું નહિ. અથવા આજે ગુજરાત રાજ્યથી બહાર જવું નહિ. અથવા આજે ચારેય દિશામાં ૧૦૦-૧૦૦ કિ.મી.થી બહાર જવું નહિ. અહીં સ્નાન સંબંધી મર્યાદા અને સ્નાન માટેના પાણી સંબંધી મર્યાદા બાંધવાની હોય છે. (૧) દા.ત. આજે સ્નાન કરવું નહિ. (પૌષધ કરવાનો હોય, ગામમાં દહેરાસર ન હોય, તાવ આવ્યો હોય વગેરે કારણોસર પૂજા શક્ય ન હોય ત્યારે સ્નાન નિષેધ ધારી શકાય છે.) અથવા એકથી વધારે વાર સ્નાન ન કરવું અથવા બે થી વધારે વાર સ્નાન ન કરવું. (૨) દા.ત. સ્નાન માટે કુલ બે ડોલથી વધુ પાણી ન વાપરવું. આ બીજી મર્યાદા ધારનારે સીધા નળ નીચે, ફુવારા નીચે કે બાથ, તળાવ, સરોવરાદિ જળાશયમાં સ્નાન કરવું નહિ. જો તે જરૂરી હોય તો તે અંગે ધારતી વખતે છૂટ રાખવી. કોઈએ એકવાર સ્નાનની મર્યાદા ધારી હોય અને સવારે સ્નાન કરી લીધું હોય પછી બપોરે શંખેશ્વર જવાનું થયું તો ત્યાં પૂજા કરવા માટે મર્યાદા તોડીને સ્નાન થઈ શકે? પૂજા વગેરે ધાર્મિક કાર્યો માટે આ મર્યાદાઓ નથી. આ મર્યાદાઓ સંસારના પાપમાંથી છૂટવા માટે છે. માટે જરૂર પડે ધાર્મિક કાર્ય માટે મર્યાદાનો ભંગ થતો નથી. અર્થાત્ પૂજા માટે બીજી વાર સ્નાન થઈ શકે. આ વાત સર્વત્ર યથાયોગ્ય સમજી લેવી. ભત્ત એટલે ભોજન. અહીંયા ભોજનની ચીજો સંબંધી પ્રમાણ ધારવાનું હોય છે. સચિત્ત, દ્રવ્ય અને વિગઈના નિયમોમાં સંખ્યા ધારી, હવે અહીંયા ખાવા-પીવાની તમામ ચીજોનું પ્રમાણ ધારવું. દા.ત. દાળ, દૂધ વગેરે પ્રવાહી પાંચ ગ્લાસથી વધુ ન વાપરવા. પાણી અમુક ગ્લાસ કે અમુક ઘડાથી વધુ ન વાપરવું. રોટલી, ભાખરી, રોટલા, ખાખરા વગેરે ૨૫ થી વધુ ન વાપરવાં, શાક ૧૦ ચમચાથી વધુ ન વાપરવું, ભાત (અમુક નિશ્ચિત કરેલ)
દરિયા જેટલા પાપો ખાબોચિયામાં -૫
પ્રશ્ન :
ઉત્તરઃ
૧૪. ભત્ત:
ધારણી: