________________
પાઠ-૧૮: વેદ
* વિકસેન્દ્રિયમાંથી આવેલ મનુષ્ય મોક્ષે ન જાય.
* વિજયાદિ ચાર અનુત્તરમાંથી ચ્યવીને મનુષ્ય બની મોક્ષ પામે; અથવા મનુષ્ય + મનુષ્ય બની મોક્ષ પામે; અથવા મનુષ્ય + દેવ + મનુષ્ય બની મોક્ષ પામે. તેમનો સંખ્યાતકાળે મોક્ષ થાય છે, પરંતુ અસંખ્ય કે અનંતકાળ સંસારમાં ભટકવાનું થતું નથી, જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને પછીના જ ભવે નક્કી મોલમાં જાય છે. વિજયાદિ ચારમાંથી નીકળેલો જીવ તથાસ્વભાવથી કયારેય પણ તિચિમાં, નરકમાં, ભવનપતિમાં, વ્યંતરમાં કે જ્યોતિષમાં જતો નથી, મનુષ્યમાં કે સૌધર્મ વગેરે વૈમાનિકમાં જ જાય છે. વિજયાદિ ચારમાં બીજી વાર ઉત્પન્ન થયેલ નક્કી પછીના જ ભવે મોલમાં જાય છે.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) ગતિ-આગતિની વ્યાખ્યા લખો. (૨) પૃથવી વગેરે જીવભેદોની ગતિ- આગતિ લખો. (૩) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (આમાં ગતિ-આગતિ, કયાં ન જાય ? કયાંથી આવે ? વગેરે બાબતો તથા ‘જાણવા જેવું' માંથી વિવિધ પ્રશ્નો બનાવીને પૂછી શકાય.)
વેદ ત્રણ પ્રકારે છે : (૧) પુરુષવેદ (૨) સ્ત્રીવેદ (૩) નપુંસકવેદ. સંસારી જીવો કાં પુરુષરૂપે, કાં સ્ત્રીરૂપે, કાં નપુંસકરૂપે હોય છે. પુરુષ કે સ્ત્રીને ઓળખવાના ચિન્હો-દાઢી, મૂછ વગેરે-જગતમાં પ્રસિદ્ધ છે. નપુંસકદવાળા મનુષ્યોને અમુક પુરુષ ચિન્હો અને અમુક સ્ત્રી ચિન્હો હોય છે. જેમ હોય શ્રી, પરંતુ દાઢી, મૂછ, પુરુષ જેવો અનાજ વગેરે પણ હોય; અથવા હોય પુરુષ, પણ દાઢી, મૂછ વગેરે ન હોય, સ્ત્રી જેવો અવાજ અને સ્ત્રી જેવી ચાલ હોય.
પુરુષવેદમોહનીયકર્મના ઉદયથી સ્ત્રી પ્રત્યેની કામવાસના જાગે છે; સ્ત્રીવેદમોહનીયકર્મના ઉદયથી પુરુષ પ્રત્યેની કામવાસના જાગે છે અને નપુંસકવેદમોહનીયકર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્ને પ્રત્યેની કામવાસના જાગે છે. જેઓ આ વેદ મોહનીય કર્મને ખતમ કરી દે છે, અથવા એકદમ નબળું પાડી દે છે તેઓ કામવાસનાના પાપકર્મથી બચી જાય છે, અને મન, વચન, કાયાથી પવિત્ર બની શકે છે.
કયા જીવભેદોમાં કયા-કયા વેદ એકેન્દ્રિય: અસ્પષ્ટ નપુંસકવેદ (કેમકે તેઓમાં પણ કામવાસના કહી છે.) વિકસેન્દ્રિય : નપુંસકવેદ સંપૂ. પંચે. તિર્યંચઃ નપુંસકવેદ (જો કે લિંગની અપેક્ષાએ વિચારીએ તો ત્રણે લિંગવાળા હોય છે.) સંમૂર્છાિમ મનુષ્ય : નપુંસકવેદ યુગલિક મનુષ્ય-તિર્યંચ: સ્ત્રીવેદ કે પુરુષવેદ (નપુંસકવેદ ન હોય) ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : ત્રણે વેદ બે દેવલોક સુધી સ્ત્રીવેદ કે પુરુષવેદ ત્રણથી ઉપરના દેવલોક પુરુષવેદ જ (દેવી બે દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમનો આઠ દેવલોક સુધી આવન-જાવન હોય છે.) નારક : નપુંસકવેદ
દંડક પ્રકરણ-૬૮
દંડક પ્રકરણ-૬૭