________________
પાઠ-૧૧: દષ્ટિ.
દૃષ્ટિ ત્રણ પ્રકારની છે : ૧. મિથ્યાદૃષ્ટિ ૨. સમ્યગુદૃષ્ટિ 3. મિશ્રદૃષ્ટિ
વીતરાગ અને સર્વજ્ઞ એવા તીર્થકર ભગવાન જાણે કે અજાણે પણ કદી જૂઠ બોલે જ નહીં. જૂઠ બોલવાના ચાર કારણો છે : (૧) રાગથી (૨) શ્રેષબુદ્ધિથી (૩) ભયથી (૪) અજ્ઞાનતાથી અથવા અજાણતાથી. તીર્થકર ભગવાન રાગ, દ્વેષ અને ભયથી મુક્ત હોય છે. તેમની પ્રતિમા અને તેમનું જીવન ચરિત્ર તપાસો તો ખ્યાલ આવે કે તેઓ રાગી નથી, હેપી નથી અને નિર્ભય છે.
તીર્થંકરની પ્રતિમા બરાબર તપાસો.. તેમની આસપાસ રાગનું મુખ્ય સાધન સ્ત્રી નથી. દ્વેષના મુખ્ય સાધન રૂપે કોઈ શસ્ત્ર, ચક્ર વગેરે નથી. તેમની આંખો અને મુખ રાગ, દ્વેષ, ક્રોધ વગેરેથી મુક્ત છે.
પ્રભુવીરની દૃષ્ટિએ વિચારીએ તો સુખ-સમૃદ્ધિથી ભરેલો આખો સંસાર એમણે ત્યાગી દીધુ. સાધુ બની ઘોર સાધના કરી. ઘોર ઉપસર્ગો અને પરિષહોની ઝડી વરસી ત્યારે પણ કદી ક્રોધિત થયા નથી, અરે ! કદી દીન પણ બન્યા નથી. જેમણે સંસારનું મમત્વે ફગાવી દીધું હોય અને જેમણે દેહ પરની પણ મમતા ત્યાગી દીધી હોય તે શા માટે જૂઠ બોલે ? સામાન્ય સજ્જન પણ જૂઠ બોલવાનું પસંદ નથી કરતો, તો મહાન સાધક અને તીર્થકર બનેલા પ્રભુવીર વગેરે શા માટે જૂઠ બોલે ?
હા... રાગ, દ્વેષ, ભય વગેરે ન હોય, પણ કદાચ અજાણે જૂઠ બોલાઈ જવાય, પણ તીર્થકર માટે તો તે પણ સંભવિત નથી. તીર્થકરો દીક્ષા લીધા પછી તુરત ઉપદેશ શરૂ કરતાં નથી. જ્યાં સુધી ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરી, કેવલજ્ઞાની (સર્વજ્ઞ) ન બને ત્યાં સુધી પ્રાયઃ મૌન જ રહે છે. હા... સર્વજ્ઞ બન્યા પછી તો રોજ સવાર અને સાંજ એમ બે પ્રહર દેશના આપે છે. તીર્થકર ભગવાન સર્વજ્ઞ હોય છે. જગતના ત્રણે ય કાળના રૂપી અને અરૂપી તમામ પદાર્થોને કેવલજ્ઞાનથી જાણે છે-જુ એ છે. હવે અજાણે પણ જૂઠ બોલાઈ જવાનો સંભવ જ ક્યાંથી હોય?
વનસ્પતિમાં જીવ છે, બે વાયુના મિશ્રણથી પાણી બને છે, બોલાતા શબ્દો (ભલે દેખાતા નથી તોય) પૌગલિક છે (તેથી પકડી શકાય તેવા છે), પાંચ
ઈન્દ્રિયોનું વિભાગીકરણ, કયા જીવોને કેટલી ઈન્દ્રિય હોય છે, છઠ્ઠા આરામાં સૂર્ય આગ ઓકશે, વનસ્પતિમાં પણ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સંજ્ઞાઓ હોય છે, સ્ત્રી અને પુરૂષના શરીરમાંથી રશ્મિઓ છૂટે છે, બોલાયેલ શબ્દ આખા આકાશમાં વ્યાપી જાય છે વગેરે અઢળક બાબતો લેબોરેટરી, વિજ્ઞાનના સાધનો અને સંશોધન વિના પ્રભુએ કઈ રીતે કહી ?
ગૌતમ બુદ્ધ અને પ્રભુવીર સમકાલીન હતા. ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને કહ્યું કે 'આર્યપુત્ર (પ્રભુવીર) આપણે શું કરી રહ્યા છીએ તે જુએ છે. વળી તેઓ આખી જીવસૃષ્ટિ વિષે ઘણું-ઘણું કહે છે, પણ મને એ સમજાતું નથી કે આધ્યાત્મિક ક્ષેત્રમાં કીડાઓની (જીવોની) સંખ્યાનું જ્ઞાન શું જરૂરી છે ?'
પ્રભુવીરે આપેલું તત્ત્વજ્ઞાન, વિશ્વના પદાર્થોનું વર્ગીકરણ અને કર્મની થિયેરીનો અભ્યાસ કરવામાં આવે તો તેમની સર્વજ્ઞતા ઉપર મસ્તક ઝૂકી ગયા વિના રહે નહીં. (મારા પૂજ્યપાદ ગુરૂદેવે લખેલ ‘ધર્મ અને વિજ્ઞાન' પુસ્તક વાંચવા જેવું છે.).
ટૂંકમાં, પ્રભુવીર વગેરે તીર્થકર ભગવંતોમાં રાગ, દ્વેષ, ભય વગેરે હોતા જ નથી અને સર્વજ્ઞ હોય છે, માટે તેઓ કદાપિ જૂઠ બોલે જ નહીં. આપણે તો રાગ, દ્વેષ, ભય વગેરેથી લેપાયેલા છીએ અને જ્ઞાનમાં તો એકદમ અધૂરા છીએ. માથામાં કેટલા ધોળા વાળ છે તેની પણ આપણને કયાં ખબર પડે છે ? આવા અધૂરા આપણે સર્વજ્ઞના વચનો સાચા કે ખોટા તે તપાસવા બેસીએ તો કહેવાનું મન થાય કે ફુટપટ્ટીથી દરિયો માપવા નીકળ્યા છીએ. ફુટપટ્ટી જેવડી બુદ્ધિ આપણી પાસે હોય એટલે આપણે સર્વજ્ઞ દ્વારા કહેવાયેલ અગમ્ય અને અગોચર પદાર્થોને પણ તર્ક દ્વારા તપાસવા બેસીએ ? ઓહ! એ તો મુખમી જ કહેવાય ને ? થર્મોમીટરથી સૂર્યની ગરમી માપી શકાય ખરા ? લંગડો માણસ હિમાલય પાર કરી શકે ખરો ?
તો શું કરવું ?
પ્રભુ રાગાદિથી મુક્ત હોવાથી અને સર્વજ્ઞ હોવાથી જૂઠ બોલે જ નહીં, તો પછી પ્રભુના તમામ પદાર્થોને આંખ મીંચીને સ્વીકારી લેવામાં શું વાંધો ? તીર્થકરની એકાદ વાતને પણ આપણે આપણી બુદ્ધિથી ખોટી જાહેર કરીએ એટલે આડકતરી રીતે તીર્થકર ભગવાનને રાગી, દ્વેષી, અજ્ઞાની કે જૂઠ બોલનારા જ જાહેર કર્યા ને ? આ તો કેટલું મોટું દુ:સાહસ ! કેટલું મોટું પાપ ! આનું જ નામ
દંડક પ્રકરણ-૩૮
દંડક પ્રકરણ-૩૭