________________
૫૩
પચ્ચખાણ ભાષ્ય
૮. નીવિયાતાનું લક્ષણ અને મતાન્તરે બીજું નામ દ્રવ્યથી હણાયેલી વિગઈ અને તે કારણથી તે વડે હણાયેલું દ્રવ્યઃ તળતાં વધેલું ઘી વગેરે તેમાં નાંખેલું તે દ્રવ્ય પણઃ નીવિયાતું છે. બીજા આચાર્ય ભગવંતો એને ઉત્કૃષ્ટ દ્રવ્ય (કહે છે). ૩ણા.
૯. સરસોત્તમ દ્રવ્ય તલસાંકળીઃ વરસોલાં વગેરેઃ રાયણ અને કેરી વગેરે તથા દ્રાક્ષનું પાણી વગેરેઃ ડોળીયું અને તેલ વગેરેઃ એ સરસ-ઉત્તમ દ્રવ્ય અને લેપકૃત કહેવાય છે. ll૩૮
૧૦. નીવિયાતાં સંસ્કૃષ્ટ અને ઉત્તમ દ્રવ્યોની કલ્યા-ડકલ્યતા
નીવિમાં-નીવિયાતાં સંસ્કૃષ્ટ દ્રવ્યો અને ઉત્તમ દ્રવ્યોઃ કોઈ ખાસ કારણ હોય તે સિવાય ખાવાં ન કલ્પ, કેમકે-કહ્યું છે કે-૩૯ો.
૧૧. વિગઈ અને નીવિયાતાં ખાવાથી નુકશાનદુર્ગતિથી ભય પામેલા જે મુનિરાજ વિગઈ અને નીવિયાતાં ખાય, તેથી વિકારી સ્વભાવવાળી વિગઈઓ વિકારરૂપ હોવાથી બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. l/૪
૧૨. ચાર અભક્ષ્ય મહાવિગઈઓકુંતાઃ માખીઃ અને ભમરીનું મધ-ત્રણ પ્રકારે, કાષ્ઠઃ અને લોટની મદિરા-બે પ્રકારે, જળચરઃ સ્થળચર અને ખેચરનું માંસત્રણ પ્રકારે, તથા ઘીની પેઠે માખણઃ ચાર પ્રકારે છે. એ અભક્ષ્ય છે. ૧૪૧
૭. બે પ્રકારે પચ્ચખાણના ભાંગા મન વચનઃ કાયાઃ મન-વચનઃ મન-કાયા: વચન-કાયા અને ત્રિસંયોગેઃ કરવું, કરાવવું, અનુમોદવું, બબ્બેના અને ત્રણેયના યોગે, સાતીયા સાત, અને ત્રણ કાળ. એકસો સુડતાલીશ ભાંગા I૪રા