________________
પચ્ચખાણ ભાષ્ય
૫૧ અને કસુંબીઃ તેલ. ઢીલો ગોળ અને કઠણ ગોળઃ એમ બે પ્રકારે ગોળ. અને તેલમાં, અને ઘીમાં તળેલ પકવાન્નઃ II૩૦-૩૧
૬. ત્રીશ નિવિયાતાં
૧. દુધનાં નિવિયાતાં ધરાખઃ ઘણા અને થોડા ચોખા ચોખાનો આટો: અને ખાટા પદાર્થ સહિત દૂધ, તે પયસાડી: ખીરઃ પેયાઃ અવલેહિકા (ચટાય તેવી): રાબઃ દુગ્ધાટીઃ દુધ વિગઈ સંબંધી છે. ૩રા.
૨. ઘીના અને ૩. દહીંના પાંચ પાંચ નિવિયાતાં દાઝીયું: દહીંની તરઃ અને આટો પકાવેલું ઘીઃ ઔષધિઓ નાખીને ઉકાળેલા ઘીની તરીઃ કિટ્ટી અને કાંઈ નાંખીને ઉકાળેલ ઘીઃ
દહીંના-કરબો શિખંડઃ મીઠાવાળું દહીં કપડે છણેલું દહીં અને તે (છણેલું) વડાવાળું દહી : ૩૩
૪. તેલ અને ૫. ગોળનાં પાંચ પાંચ નિવિયાતાં તિલવટી: બાળેલું તેલઃ ઔષધિ નાખી ઉકાળેલું તેલઃ પકવેલી ઔષધિની તરનું તેલ અને તેલની મલીઃ
તથા સાકર: ગળમાણું: પાયો કરેલો ગોળઃ ખાંડ અને અર્ધ ઉકાળેલ શેરડીનો રસ (એ પાંચ ગોળનાં નિવિયાત છે.) ૩૪
૬. પકવાન્નનાં પાંચ નિવિયાતાં આખી તવીમાં સમાય તેવડા એક પૂડલા પછીનો બીજો પૂડલો તે જ સ્નેહમાંનો ચોથો વગેરે ઘાણઃ ગોળધાણીઃ જળલાપસી અને પાંચમો-પોતું દઈ તળેલો પૂડલોઃ રૂપા
૭. સંસૃષ્ટ દ્રવ્ય ખાવાની વસ્તુ ઉપર દૂધ અને દહીં ચાર આંગળ, ઢીલો ગોળઃ ઘી અને તેલ એક-એક આંગળ હોય, કઠણ ગોળ અને માખણના પીલુના મ્હોર જેવડા-કકડા હોય, તો સંસૃષ્ટઃ (કહેવાય) ૫૩૬ll