________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૪૩
૨. ચાર પ્રકારનો ઉચ્ચારવિધિ
નવકારસહિતના પચ્ચક્ખાણમાં “ઉગ્ગએ સૂરે”, પોરિસીના પચ્ચક્ખાણમાં “ઉગ્ગએ સૂરે”, પુરિમâ અને ઉપવાસમાં સૂરે ઉગ્ગએ”, “પચ્ચક્ખાઈ” એમ ગુરુ કહે, ત્યારે પણ શિષ્ય “પચ્ચક્ખામિ” એમ કહે, એ પ્રમાણે વોસિરઇ વખતે. અહી ઉપયોગ પ્રમાણ છે, અક્ષરની ભૂલ પ્રમાણ નથી ગણાતી. ।।૪-૫।। ઉચ્ચાર-ભેદો
પહેલા સ્થાનમાં તેરઃ બીજામાં ત્રણ: અને ત્રીજામાં ત્રણઃ ચોથામાં પાણસનાઃ અને પાંચમામાં દેશાવકાશિક: વગેરેનો (ઉચ્ચાર થાય છે.) ॥૬॥
સ્થાનોમાં ઉચ્ચાર પદો
નવકારસીઃ પોરિસીઃ સાદ્ઘપોરિસી: પુરિમટ્ઠઃ અવ૪ઃને અંગુઠ્ઠ સહિયં આદિ આઠઃ મળીને તેર, નીવિઃ વિગઇઃ અને આયંબિલઃ એ ત્રણ, બિઆસણઃ એકાસણઃ અને એકલઠાણું એ ત્રણ. III
પહેલા ઉચ્ચારસ્થાનમાં ચોથ ભક્તાદિઃ બીજામાં તેરઃ ત્રીજામાં પાણસ, ચોથામાં દેશાવકાશિકઃ અને ચરિમ-છેલ્લામાં (પાંચમામાં) યથાસંભવ જાણવું Ill
બીજા વાંદણામાં જેમ “આવસિઆએ” પદ ફરીથી કહેવાતું નથી, તેમ વચલા પચ્ચક્ખાણોમાં “સૂરે ઉગ્ગએ" વગેરે અને “વોસિરઇ” જુદાં જુદાં કહેવાં નહિ, કેમકે-(એવો) ક્રિયા વિધિ છે. IIલા
તથા તિવિહારના પચ્ચક્ખાણમાંઃ અચિત્તભોજીના દુવિહારમાં તેમજ પ્રાસુક જળના પચ્ચક્ખાણમાંઃ પાણસ્સના (છ) આગાર કહેવાય 9.119011