________________
૩૯
ગુરુવંદન ભાષ્ય
૧૮. વંદનસૂત્રનાં પદો-૫૮ છ સ્થાનમાં-પાંચઃ ત્રણઃ બારઃ બે ત્રણઃ ને ચાર મળી ઓગણત્રીસ, અને બાકીનાં આવસ્સિયાએ વગેરે ઓગણત્રીસ પદો (છે). એમ સર્વે પદો અઢાવન છે. ૩રા
૧૯. શિષ્યના ૬ બોલ ઇચ્છા અનુજ્ઞા અવ્યાબાધ સંયમયાત્રા શરીરની શાંતિ અને અપરાધની ક્ષમાપનાઃ વંદન કરનારનાં એ છ સ્થાનો છે. ૩૩
૨૦. ગુરુના ૬ બોલ છંદેણઃ અણજાણામિ તહત્તિઃ તુક્મપિવટ્ટએ એવં અને અહમવિ ખામેમિ તુમ એ વંદન કરવા યોગ્ય ગુરુનાં છ વચનો છે. ૩૪
૨૧. આશાતના-૩૩. આગળ-બાજુમાં અને નજીક-ચાલવું. ઊભા રહેવું અને બેસવું આચમનઃ આલોચનઃ અપ્રતિશ્રવણઃ પૂર્વાલાપનઃ અને પૂર્વાલોચનઃ ઉપદર્શનઃ નિમંત્રણ પદ્ધદાનઃ ખદ્ધાદનઃ અપ્રતિ-શ્રવણ પદ્ધ તત્રગતઃ શું?: તું તજ્જાતઃ નોસુમનઃ નો સ્મરણઃ કથાછેદઃ પરિષભેદ: ન ઊઠેલી સભાને કથા કહેવીઃ સંથારાને પગ અડાડવા અને તેમાં બેસવું. ઊંચઃ તથા સરખે આસને બેસવું. તે ૩૫-૩૬-૩૭ ||
૨૨. વિધિ-૨.
સવારનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઈરિયાઃ કુસુમિણ દુસુમિણ)નો કાઉસ્સગ્નઃ ચૈત્યવંદનઃ મુહપત્તિ બે વંદનકઃ આલોચનઃ વંદનકઃ ખામણાઃ વંદનકઃ પચ્ચખાણઃ ચાર છોભવંદનઃ બે આદેશઃ અને બે સ્વાધ્યાયઃ ૩૮.