________________
ગુરુવંદન ભાષ્ય
૩૭ -ઊણ-ઉત્તરચૂડ-મૂક-ઢઢર-અને ચુડલિકઃ એ બત્રીશ દોષો છે. /૨૩-૨૪-૨પા.
નિર્દોષ વંદનનું ફળ જે, ગુરુમહારાજને બત્રીસ દોષ વિનાનું દ્વાદશાવર્ત વંદન કરે, તે અલ્પકાળમાં મોક્ષ અથવા વિમાનવાસ પામે છે. ૨૬ll.
૧૪. વંદનનાં પરિણામો- ૬ ગુણ વંદન કરવામાં વિનયોપચારઃ અભિમાન વગેરેનો નાશ ગુરુજનની પૂજા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધનઃ શ્રુતધર્મનું આરાધનઃ અને અક્રિયા એ છ ગુણ (ઉત્પન્ન થાય) છે. |રથી
૧૫. ગુરુની સ્થાપના સાક્ષાત્ ગુરુને અભાવે ગુરુ મહારાજ જેવા ગુણવાળા ગુરુ સ્થાપવા, અથવા તે ઠેકાણે અક્ષ વગેરે, અથવા જ્ઞાન વગેરેનાં (ઉપકરણ) ત્રણ સ્થાપવાં. ૨૮
ગુરુની સ્થાપના અક્ષમાં કોડામાં કાષ્ઠમાં પુસ્તકમાં અને ચિત્રકામમાં કરાય છે.
સ્થાપના સદ્ભાવ અને અસલ્કાવર, ઈત્વરઃ અને યાવત્કથિતઃ એમ બે-બે પ્રકારની છે. ૨૯
સ્થાપનાનું દાન્ત શ્રી જિનેશ્વર ભગવંતના અભાવે જેમ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફળ થાય છે. તેમ ગુરુમહારાજના અભાવે ગુરુના ઉપદેશ અને દર્શન માટે સ્થાપના સફળ છે. Il૩૦ના
૧૬. અવગ્રહ અહીં ગુરુ મહારાજનો અવગ્રહ સ્વપક્ષમાં ને પરપક્ષમાં ચારેય દિશાએ સાડા ત્રણ હાથ અને તેર હાથ હોય છે, તેમાં આજ્ઞા લીધા વિના પ્રવેશ કરવાનું કોઈ વાર કહ્યું નહિ. ૩૧