________________
૨૬૪
ભાષ્યત્રયમ્ જે અવસ્થામાં અને જે કાળમાં કરવાનું કહ્યું છે તે રીતે તે અવસ્થામાં અને તે કાળે જ તે પ્રત્યા૦ કરવું યોગ્ય છે, એવી જે શ્રદ્ધા રાખવી તે.
૨ જ્ઞાનશુદ્ધિ - અમુક પચ્ચ૦ અમુક અવસ્થામાં અમુક કાળે અમુક રીતે કરવું યોગ્ય છે અને અમુક રીતે કરવું અયોગ્ય છે એવા પ્રકારનું જે જ્ઞાન તે.
રૂ વિનયશુદ્ધિ- ગુરુને વંદન કરવા પૂર્વક જે પચ્ચ૦ કરવું તે.
૪ મનુભાષાશુદ્ધિ- ગુરુ પચ્ચ૦ ઉચ્ચરાવે તે વખતે મંદ સ્વરે પોતે પણ પચ્ચ૦નો આલાપક ગુરુ સાથે બોલવો-ઉચ્ચરવો તે. (અથવા ગુરુ પચ્ચકખાઈ કહે ત્યારે પચ્ચખામિ અને વોસિરઈ કહે ત્યારે વોસિરામિ કહેવું તે.
4 અનુપાતનશુદ્ધિ- વિષમ સંકટ પ્રાપ્ત થતાં પણ પચ્ચ૦ ભાંગવું નહિ પરંતુ સમ્યક્ પ્રકારે પાલન કરવું તે.
૬ માવશુદ્ધિ- આ લોકમાં ચક્રવર્તી આદિના સુખની ઇચ્છા તથા પરલોકમાં ઈન્દ્રાદિકના સુખની અભિલાષા રહિત ( એટલે નિયાણા રહિત) તેમજ બીજા કોઈપણ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પચ્ચ૦ પૂર્ણ કરવું તે.
૧ “અવસ્થા” તે સાધુને અંગે જિનકલ્પ-સ્થવિરકલ્પ-પરિહારકલ્પ યથાલંદકલ્પબાર પ્રતિમાધારી, ઈત્યાદિ, તેમ જ ગ્લાનાદિ અવસ્થા, અને શ્રાવકને અંગે ૧૧ પ્રતિમાધર, પ્રતિમારહિત. નિયતવ્રતી (અમુક વખતે અમુક પચ્ચખાણ કરવાની નિત્ય પ્રતિજ્ઞાવાળા), અને અનિયતવ્રતી (છૂટા) ઇત્યાદિ.
૨. “a” તે સુકાળ-દુષ્કાળ-વર્ષાકાળ-શેષકાળ ઇત્યાદિ, અથવા નમુક્કારસહિયંનો ગ્રહણકાળ સૂર્યોદય પહેલાં અને પૂર્ણ કાળ સૂર્યોદયથી ૧ મુહૂર્ત બાદ ઇત્યાદિ રીતે પણ પ્રત્યેક પચ્ચખાણનો યથાસંભવ કાળ જાણવો.
એ ત્રણ વિષયોને અવચૂરિમાં સંક્ષેપથી કહ્યા છે તે આ પ્રમાણે- “મદવા” તિ यत्साधुश्रावकविषयं मूलोत्तरगुणप्रत्याख्यानं यत्र जिनकल्पादौ यत्र सुभिक्षदुर्भिक्षादौ काले च तथा श्रीसर्व रुक्तं तत्तत्र तथा श्रद्धत्ते इति श्रद्धानशुद्धिः ॥
૩. ગુરુને પોતાના તરફ રાગી બનાવવા માટે, લોકોને પોતાના ભક્તિભાવવાળા બનાવવા માટે, કોઈ પ્રિય વસ્તુનો વિરહ થતાં તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે (બાધાઆખડીના સ્વરૂપમાં એ પ્રત્યાખ્યાન લોકપ્રસિદ્ધ છે.) ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા માટે અને આ ભવ-પરભવનું સુખ મેળવવા માટે જે તપશ્ચર્યા કરવી તે સર્વ રાહિત પ્રત્યાખ્યાન કહેવાય, તથા આ વસ્તુ ભાવતી નથી અથવા ગમતી નથી તેનો ત્યાગ કરવો અથવા વિરોધીને સંતાપ ઉપજાવવાને તેજોવેશ્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરવા માટે ઈત્યાદિ કારણથી દેવદિત પ્રત્યાખ્યાન કહેવાય. અથવા ચાલુ તપશ્ચર્યામાં