________________
૨૬૦
ભાષ્યત્રયમ્
અવતર:- પૂર્વે દર્શાવેલ પ્રત્યાખ્યાનો કેવી રીતે પાલન કરવાં? અને પ્રત્યાખ્યાન લેવાનાં બીજા ચાર પ્રકાર તે આ ગાથામાં દર્શાવાય છે
एयं च उत्तकाले सयं च, मण वय तणूहि पालणियं । जाणग जाणगपासत्ति भंगचउगे तिसु अणुना ॥४३॥
શબ્દાર્થ :યંત્રએ(પૌરુષી આદિપ્રત્યા)
પર=પાસે સત્તાને=કહેલા કાળે. સયં પોતે. ત્તિ=ઈતિ, એ પ્રમાણે નાગા=પચ્ચ૦ નો જાણકાર
તિસુ=ણ ભાંગામાં ()ના=પચ્ચ૦નો અજાણ | ગા=અનુજ્ઞા, આજ્ઞા
થાઈ:- એ (પૌરુષી આદિ) પ્રત્યાખ્યાનોને તેના કહેલા (એક પ્રહર ઇત્યાદિ) કાળ સુધી પોતે મન, વચન અને કાયા વડે પરિપાલન કરવાં (પરંતુ ભાંગવા નહિ), તથા પ્રત્યા ના જાણ અને અજાણ પાસે પ્રત્યા) લેવા-આપવાના ચાર ભાંગામાં ત્રણ ભાંગાને વિષે પચ્ચ૦ કરવાની આજ્ઞા છે (અને ચોથો ભાંગો અશુદ્ધ છે.) II૪૩
માવાઈ:- પૌરુષી આદિ પ્રત્યાખ્યાનોના જે જે કાળ કહ્યા છે, તેટલા કાળ સુધી તે પચ્ચ૦નું પરમ આદરપૂર્વક રક્ષણ કરવું, પરંતુ કોઇપણ જાતના સાંસારિક સ્વાર્થ-લાભને ખાતર તેનો કાળ પૂર્ણ થયા પહેલાં ભોજન ઈત્યાદિ કરવું નહિ, કારણ કે સંસાર વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞા અનેક લાભ ગુમાવીને પણ પાળનાર હોય તે જ અતિ વ્યવહારકુશળ કહેવાય છે, અને પર્યન્ત તેને જ મહાનું
પ્રશ્ન :- પ્રત્યાખ્યાન એ ભવિષ્યકાળ (માં કરવા યોગ્ય અનુચિત આચરણનો ત્યાગ કરવા)ના વિષયવાળું છે, તો તેને ત્રણે કાળના વિષયવાળું ગણીને ૧૪૭ ભાંગા ગણ્યા તે કેમ બને ? વળી ભૂતકાળમાં થઈ ગયેલા અનુચિત આચરણનો ત્યાગ પ્રત્યા૦ કરતી વખતે કેવી રીતે હોય?
ઉત્તર :- ભૂતકાળમાં જે અનુચિત આચરણ થઈ ગયું તેની નિંદા અને ગઈ કરૂં છું, વર્તમાન કાળમાં જે અનુચિત આચાર હું સેવી રહ્યો છું તેને સંવરું છું (રોકું છું), અને ભવિષ્ય કાળમાં હવેથી તેવું આચરણ નહિ કરું એ પ્રમાણે પ્રત્યાખ્યાનમાં ભૂતકાળની નિંદા, વર્તમાનનો સંવર અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન એ રીતે (ત્રણ કાળના) ત્રણ વિષયવાળું પ્રત્યાખ્યાન છે. કહ્યું છે કે- મોતી વિયા, સાંપ્રતિરસ્ય સંવરબેન મનાતા પ્રત્યાધ્યાનેન (ઇતિ અવચૂરિ:)