________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૫૭
થાય છે. જેથી શ્રાવક તથા સાધુને ભક્ષણ કરવા યોગ્ય ન હોવાથી એ ચારે અમક્ષ્ય વિદ્ કહેવાય છે. કહ્યું છે કેआमासु य पक्वासु य, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ निगोयजीवाणं ॥ १ ॥
અર્થ :- કાચી માંસપેશીઓમાં (=કાચા માંસમાં), પાકા (=રાંધેલા) માંસમાં તેમજ અગ્નિ ઉપર પકાતા (રંધાતા) માંસમાં એ ત્રણે અવસ્થામાં નિશ્ચય નિગોદ જીવોનો (અનન્ત બાદર સાધારણ વનસ્પતિ જીવોનો ઉપપાત-ઉત્પત્તિ નિરન્તર (પ્રતિસમય) કહેલ છે. ૧|| એ પ્રમાણે માંસમાં જ્યારે અનન્ત નિગોદ જીવોની ઉત્પત્તિ પણ થાય છે, તો ટ્વીન્દ્રિયાદિ અસંખ્ય ત્રણ જીવોની ઉત્પત્તિ તો સહેજે હોયજ. વળી માંસમાં બીજા અભક્ષ્યોની માફક અન્તર્મુહૂર્ત બાદ જીવોત્પત્તિ થાય છે એમ નથી, પરંતુ જીવથી જુદું પડ્યા બાદ તુરત જ જીવોત્પત્તિ થાય છે. કહ્યું છે કેमज्जे महुम्मि मंसंमि, नवणीयम्मि चउत्थए । उप्पज्जंति अणंता, तव्वन्ना तत्थ जंतुणो ॥१॥
અર્થ :- મદિરામાં, મઘમાં, માંસમાં અને ચોથા માખણમાં એ ચા૨માં સરખા (મદિરા વગેરેના વર્ણના સરખા) વર્ણવાળા અનન્ત (અનેક) જંતુઓ (ત્રસર જીવો) ઉત્પન્ન થાય છે ।।૨।। એ કારણથી ચારે મહાવિગઇઓ અભક્ષ્ય છે. અવતરળ :- હવે આ ગાથામાં બે ભાંગા (પ્રત્યા૦ લેવાના બે પ્રકાર)નું ૭ મું દ્વાર કહેવાય છે.
૧
૨
૩
૪
૫
मण-वण-कार्य-मणवय-मर्णतणु-वयर्तणु-तिजगि
सग सत्त ।
૩
करे कारण मई दुतिजुइँ, तिकालिसीयाल भंगसयं ॥४२॥
શબ્દાર્થ :
ત્તિનો=ત્રિસંયોગી ભંગ ૧
=કરવું. =કરાવવું
સા=સાત સત્ત=સાત (સસત્ત=સાત સપ્તક)
અનુમ$=અનુમતિ
૧-૨ અહીં “અનન્ત” શબ્દનો અર્થ અનન્ત નહિ પરંતુ અનેક છે, જેથી માંસમાં અનન્ત નિગોદ જીવોની તથા અસંખ્ય ત્રસ જીવની ઉત્પત્તિ, અને શેષ ત્રણમાં અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે એમ જાણવું, અથવા એ ગાથા કેવળ ત્રસ જીવોની ઉત્પત્તિને અંગે પણ ગણી શકાય, તેથી અનન્ત એટલે અનેક એટલે અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ એ ચારેમાં થાય છે. એવો અર્થ જાણવો.
૧૭