________________
ચૈત્યવંદન ભાષ્ય
૨૩
નવમામાં શાસનના અધિપતિ શ્રી વીર પ્રભુની સ્તુતિઃ દશમામાં શ્રી ગિરનાર તીર્થની સ્તુતિઃ અગિઆરમામાં અષ્ટાપદ વગેરે તીર્થોની (સ્તુતિ): અને છેલ્લા (અધિકાર)માં સમ્યગ્દષ્ટ દેવોનું સ્મરણ છે. ૪૫ા
એ અધિકારોને શાસ્ત્રનો આધાર
અહિં નવ અધિકાર લલિતવિસ્તરાવૃત્તિ વગેરે અનુસારે છે, અને બીજોઃ દશમો અને અગિઆરમોઃ એ ત્રણ શ્રુત પરંપરાએ છે. II૪૬॥ આવશ્યક ચૂર્ણિનું પ્રમાણઃ
જે કારણથી-આવશ્યક ચૂર્ણિમાં “બાકીના અધિકારો ઇચ્છાપ્રમાણે’ એમ કહ્યું છે, તે કારણથી શ્રી ગિરનાર વગેરે (ત્રણ) અધિકાર પણ આગમની આજ્ઞા રૂપ જ છે. જણા
બીજો અધિકાર પણ ત્યાં (આવ ચૂ૰ માં)જ શ્રુતસ્તવની શરૂઆતમાં અર્થરૂપે કહ્યો છે, તે દ્રવ્ય અરિહંતોને (વાંદવાના) પ્રસંગે શક્રસ્તવને છેડે ગોઠવ્યો છે, (તેનું કારણ)સ્પષ્ટ છે. II૪૮૫ પ્રામાણિક આચરણ
અશઠ આચાર્યે આચરેલ (આચરણા જો) નિર્દોષ હોય, તો મધ્યસ્થ ગીતાર્થો તેને નિષેધતા નથી, પરન્તુ “તેવી આચરણા પણ પ્રભુની આજ્ઞા જ છે” એવું આગમવચન હોવાથી તેનો બહુમાનપૂર્વક સ્વીકાર કરે છે. ૫૪૯૫
૧૩. ચાર વંદનીયઃ
અહિં (ચૈત્યવં૰માં) શ્રી જિનેશ્વર ભગવંતોઃ મુનિરાજાઓઃ શ્રુતજ્ઞાનઃ અને સિદ્ધ પરમાત્માઓઃ એ ચાર વાંદવા લાયક છે.
૧૪. સ્મરણ કરવા લાયકઃ
અને શાસનદેવોઃ સંભારવા લાયક છે.
૧૫. ચાર પ્રકારના જિનેશ્વરોઃ
નામ જિનેશ્વરઃ સ્થાપના જિનેશ્વરઃ દ્રવ્ય જિનેશ્વરઃ અને ભાવ જિનેશ્વરઃ એ ભેદોથી જિનેશ્વર ભગવંતો ચાર પ્રકારના કહ્યા છેઃ ।।પગા