________________
૧૯
ચૈત્યવંદન ભાપ્ય
તેનાં નામોઃ સ્તોતવ્ય: ઓઘ-સામાન્યતઃ વિશેષહેતુઃ ઉપયોગઃ તદ્ધતુઃ સવિશેષોપયોગઃ સ્વરૂપ હેતુઃ નિજસમફલદઃ ને મોક્ષ સંપદા છે. રૂપા
શકસ્તવ તથા ચૈત્યસ્તવમાંશકસ્તવમાં-બસોસત્તાણું અક્ષરોઃ નવ સંપદાઓઃ ને તેત્રીસ પદો છે.
ચૈત્યસ્તવમાં -આઠ સંપદાઓઃ તેંતાલીશ પદોઃ અને બસો ઓગણત્રીસ અક્ષરોઃ છે. ૩૬ll.
સંખ્યા અને પદોઃ ચૈત્યસ્તવની સંપદાઓ-બેઃ છ સાતઃ નવઃ ત્રણ છઃ ચારઃ ને છઃ પદોવાળી છે. પહેલાં પદો-અરિહંત ચેઈયાણઃ વંદણવત્તિયાએ સદ્ધાએઃ અન્નત્થ ઊસસિએણેઃ સુહમેહિ અંગસંચાલેકિં: એવભાઈએહિ આગારેહિંઃ જાવ અરિહંતાણંદ તાવ કાર્ય ll૩ળા.
તે સંપદાઓનાં નામો અભ્યપગમઃ નિમિત્તઃ હેતુ એકવચનાત્ત આગાર: બહુવચનાન્ત આગારઃ આગંતુક આગારઃ કાયોત્સર્ગનો અવધિ અને સ્વરૂપઃ એ આઠ (નામ) છે. ૩૮
નામસ્તવાદિકમાં સંપદાઓ પદો જેટલી છે. અનુક્રમે અઠ્યાવીશઃ સોળને વીસ છે. અને ફરીથી નહિ બોલાયેલા અક્ષરોબસો સાઠઃ બસો સોળઃ ને એકસો અઠાણું છે. ll૩લા