________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૭
એક એક સૂત્રમાં અક્ષરોઃ પદોઃ અને સંપદાઓઃ
નવકારમાં - અક્ષરોઃ-અડસઠઃ પદોઃ-નવઃને સંપદાઓ આઠ: છે. તેમાં-સાત સંપદાઓ પદ પ્રમાણે છે. અને સત્તર અક્ષરોવાળી આઠમી સંપદા બે પદોવાળી છે. ૩ગા
(પરંતુ) આઠમી સંપદા નવ અક્ષરોવાળીઃને છઠ્ઠી સંપદા બે પદોવાળીઃ છે (એમ બીજા આચાર્ય ભગવંતો કહે છે.) પ્રણિપાત તથા ઇરિયાવહિયં સૂત્રમાં
પ્રણિપાતમાં અક્ષરોઃ અઠ્ઠાવીસ તથા-ઇરિયાવહિયમાં એકસો નવાણું અક્ષરોઃ બત્રીસ-પદોઃને સંપદા-આઠઃ છે. ।।૩૧। તેની સંપદાઓનાં આદિ પદોઃ
ઇરિયાવહિયં માં-બેઃ બે: એક: ચારઃ એકઃ પાંચઃ અગિઆ૨ઃ અને છઃપદો સંપદાઓમાં છે. આદિપદો ઇચ્છામિઃ ઇરિયાવહિયાએઃ ગમણાગમણેઃ પાણક્કમણેઃ જે મે જીવા વિરાહિયાઃ એગિદિયાઃ અભિહયાઃ ને તસ્સ ઉત્તરીકરણેણં૦ ॥૩૨॥
સંપદાઓનાં નામોઃ
અભ્યુપગમઃ નિમિત્તઃ ઓઘ-સામાન્યહેતુઃ વિશેષહેતુઃ અને સંગ્રહઃ એ પાંચઃ અને જીવઃ વિરાધનાઃ અને પ્રતિક્રમણ: એ ભેદનામથી ચૂલિકામાં ત્રણ છે. ।૩૩।।
શક્રસ્તવમાં
બેઃ ત્રણઃ ચારઃ પાંચઃ પાંચઃ પાંચઃ બેઃ ચારઃ અને ત્રણઃ પદો છે. શક્રસ્તવમાં સંપદાઓનાં આદિ પદોઃ-નમુન્થુણંઃ આઈ-ગરાણુંઃ પુરિસત્તમાણું: લોગુત્તમાણું : અભયદયાણું: ધમ્મદયાણું: અપ્પડિહયવરનાણદંસણધરા જિણાણુંઃ ને સવ્વસૂર્ણઃ ।।૩૪।
ર