________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
આ સ્વપ્ર ખરેખર જાગતાને પણ વિચારતા કરી દે તેવું છે. અભિમાનીની કેવી હાલત થાય છે ? જીવનને ઉન્નત બનાવવું હોય તો અહંકાર નહિ, નમસ્કાર જોઇશે. અભિમાન નહિ, નમ્રતા જોઇશે. જો તમે નમ્ર બનશો તો સહજ રીતે આગળનું સ્થાન મળશે અને જો અહંકારી થયા તો પાછળ ધકેલાઇ જવું પડશે. ‘લઘુતા’ સે પ્રભુતા મીલે, પ્રભુતા સે પ્રભુ દૂર.’
આ જગતમાં જેઓ અક્કડ થઇને દુનિયાના મસ્તક પર પગ મૂકવા ગયા તે રાવણ, દુર્યોધન, હિટલર વગેરેની શી હાલત થઇ ? તે અજાણી નથી અને જેઓ નમ્ર બની પ્રભુ-ચરણે ઝૂકી ગયા, તે ગૌતમસ્વામી વગેરેએ પોતાનું જીવન કેવું ધન્ય બનાવ્યું તે પણ અજાણ્યું નથી. અહંકારનો માર્ગ સંસારનો માર્ગ છે અને નમસ્કારનો માર્ગ મુક્તિનો માર્ગ છે. અહંકારને નામશેષ કરવો એજ જીવનની મહાન સાધના છે. પણ એ બહુ કઠણ છે. આપણા અહંને જ્યારે ટક્કર લાગે છે ત્યારે આપણને એમ જ લાગે છે જાણે આપણે હારી ગયા. પણ કદી ભૂલશો નહિ : અહંકારની હારમાં આપણી જીત છે અને તેની જીતમાં આપણી (આત્માની) હાર છે.
જેટલા અંશે તમારી અંદર અહંનો નાશ થયો છે તેટલા અંશે તમે જીવતા છો, બાકીનો તમારો અંશ મડદું છે - મડદું.
ઝૂકતા વહી હૈ જિસમેં જાન હૈં, અક્કડતા તો ખાસ મુદેંકી પહિચાન હૈ.
- વિદાય વખતે
તા. ૧૪-૧૧-૧૯૮૯
KHE
ada
૫૬૩૪॥