________________
श्री शालिभद्र
महाकाव्यम्
REDERER
શ્રી શાલિભદ્રનું દાન અનુપમ હતું. વૈભવ અનુપમ હતું. માન અનુપમ હતો. કીર્તિ અનુપમ હતી. ધૈર્ય અનુપમ હતું. ગુણો અનુપમ હતા અને પદ પણ અનુપમ (અનુત્તર વિમાન અથવા મોક્ષ) મળ્યું. ।। ૧૪૫ || સમતાના સમુદ્ર મુનીન્દ્રની ઉત્તમ મુદ્રા પામેલા, લડાઇ-ઝઘડાની મલિનતાથી રહિત, મોહની નિદ્રાથી મુક્ત, કામદેવનું દમન કરવામાં શંકર સમા, સર્વ રીતે ભાવિમાં મંગળ પામનારા, મુક્તિમાર્ગના રથમાં ઉત્તમ વૃષભ (બળદ) સમા શ્રી શાલિભદ્ર મુનિ જય પામો. ।। ૧૪૬ ||
ગુરુરાજ શ્રી ગૌતમસ્વામીરૂપ ગજરાજ પર બેઠેલી, પ્રૌઢ, શ્રીમાન ધર્મમહારાજાએ જાતે મોકલેલી, વૈરાગ્યભંગીની હસ્તિ મુદ્રા સમી સર્વાર્થસિદ્ધ સુંદરી દ્વારા જે સ્વીકાર કરાયેલા છે, તે શ્રી શાલિભદ્રનું આ જીવન સજ્જનોને મંગળ શ્રેણિની લક્ષ્મી આપો. ।। ૧૪૭ |
મુનિને ખીર આપવારૂપ દાનધર્મથી શરૂ થયેલું, દેવોમાં ઝળહળતી કાંતિવાળા ગોભદ્રદેવ વડે વિશેષતા પામેલું, મંગળમય આ શાલિભદ્રનું જીવન.
બીજો અર્થ : શ્રી ધર્મકુમાર પંડિત દ્વારા રચાયેલું, પૃથ્વીમાં મંગળરૂપ (અથવા વાણીથી મંગળરૂપ) શ્રી વિબુધપ્રભસૂરિની પ્રેરણાથી વિશેષતા પામેલું ॥ ૧૪૮ || કચ્છ દેશમાં રહેલા શ્રી ભદ્રેશ્વર તીર્થમાં પ્રભુશ્રી મહાવીરદેવનાં ચરણોની પાસે રચાયેલું મંગળમય આ શાલિભદ્ર કાવ્ય ચતુર માણસોના કાનને સવારના ભોજન સમું બનો. ॥ ૧૪૯ ||
RACKER
પ્રક્રમ-૭
॥ ૩॥