________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
828282 8282828282828282828282828282
બીજા સ્થાને જવા નહિ ઇચ્છતા મસ્તક પર રહેલા ભ. મહાવીર સ્વામીના આજ્ઞાના કિરણો વડે શોભતા તે બંને મુનિપુંગવો વૈરાગ્યથી પાછા વળ્યા.
ગૌણાર્થ : બીજા સ્થાને જવા નહિ ઇચ્છતા, માથે રહેલા માલિકના હુકમના દોરડાથી શોભતા ઉત્તમ બે બળદો સારા એવા વેગથી પાછા વળ્યા. || ૧૮૭ ||
દહીં વહોરાવતી ધન્યા : તે બંને નગરીથી નીકળતા હતા ત્યારે દહીંના ભાજનો ધારણ કરનારી કોઇ મહિયારી સામે આવી. / ૧૮૮ ||
તે મહિયારી સદા પુનરાવર્તન કરાતી વિદ્યા જેવી ઘડપણમાં પણ સ્કૂર્તિવાળી હતી. સજજનોની બુદ્ધિ જેવી પરિણામમાં અત્યંત નિર્મળ હતી. // ૧૮૯ // વિશાળ સામ્રાજયની સુંદર નીતિની જેમ તે હાથમાં લાકડી વગરની હતી અને સંપૂર્ણ ઇન્દ્રિયોની સ્થિરતાથી સિદ્ધ થયેલી પ્રવૃત્તિના ગૌરવવાળી હતી.
ગૌણાર્થ : સંપૂર્ણ કાર્યને સાધવામાં સ્થિરતાથી સિદ્ધ થયેલા વેપાર વાણિજયથી ગરિમાવાળી ટેક્ષ કે કર વગરની તે વિશાળ-સામ્રાજયની સુંદર રાજનીતિ હતી. || ૧૯૦ ||
આધેડવયની તે મહિયારી ધન્ય મુનિ સાથે રહેલા બ્રહ્મચારી શાલિભદ્ર મુનિને જો ઇ વિકસ્વર આંખરૂપી પોયણાને ધારણ કરતી અત્યંત રાજી થઇ.
ગૌણાર્થ: ગણપતિથી યુક્ત કાર્તિકેયને જોઇ વિકસ્વર નેત્ર-કુમુદને ધારણ કરતી પાર્વતી રાજી થઇ. // ૧૯૧ .
828282828282828282828282828282828482
/ ૪૮૮ |