________________
પ્રકમ-૬
શનિ મદ્ર | महाकाव्यम्
8282828282828282828282828282828282
હું ઘડપણથી ઘેરાયેલી હોવા છતાં સુખની જેમ દુઃખથી પણ ઠગાઇ છું. જેમ આંધળી શિયાળ બોરના તુચ્છ ફળોથી ઠગાય. || ૧૪૮ //.
શાલિભદ્રની બહેન તે સુભદ્રાનું મંગળ હો ! જેણે એક સતીવ્રતના સહારે પતિ અને ભાઇનું અનુસરણ કર્યું (પતિ અને ભાઇની જેમ દીક્ષા લીધી.) || ૧૪૯ //.
સ્ત્રીઓને જગતમાં શોભારૂપ ભાઇ અને પતિ દુર્લભ હોય છે. પણ આ સુભદ્રાનું તો કહેવું જ શું ? કારણ ભાઇ અને પતિ-બંને જગતમાં શોભારૂપ તો હતા જ, પણ અત્યારે તો ભ. શ્રી મહાવીર સ્વામીની નિશ્રાથી વિશેષતા પામેલા છે. || ૧૫૦ ||
રૂપની શોભાથી ઇન્દ્રપુત્રી જયંતીસમી, પોતાના કુળમાં વિજય પતાકા સમી, બ્રહ્મચર્યરૂપ મેરૂ પર્વતની શિખામી તે મારી પુત્રી સુભદ્રા આવી છે. || ૧૫૧ //
તે જમાઇરાજ મહાવ્રતધારી ધન્યમુનિ ધન્ય છે, જે મૂર્તિમાન આઠમૂર્તિઓ જેવી આઠ પ્રિયાઓ વડે શોભી રહ્યા છે.
ગૌણાર્થ : તે શંકર વંદનીય છે, જે આઠ મૂર્તિઓથી શોભી રહ્યા છે. | ૧૫૨ //
આજે મારું દીક્ષિત કુટુંબ મળ્યું તે બહુ સારું થયું. આજે સોનાનો સૂરજ ઊગ્યો ! આજે કલ્યાણ-મંગળ હાથમાં આવ્યું. || ૧૫૩ //
828282828282828282828282828282828282
/ ૪૮રૂ |