________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
એક ડગલુંય આગળ વધ્યા નહિ. અને એક શબ્દ પણ બોલ્યા નહિ. તેઓએ એકદમ સર્વાર્થ સાધક મૌન સ્વીકારી લીધું અથવા સર્વાર્થસિદ્ધ વિમાન આપનારું મુનિપણું સ્વીકારી લીધું. // ૧૩૫ //
ઘરના ભારને ઊપાડનાર હોવા છતાં સલ્લકી નામની વેલડીનો થાંભલો... ધરતીનો સંગ મળતાં તેને કુંપળ | ફૂટે છે, તેમ શીલાંગધારી સાધુને પણ જો રસો (ષડ્રરસ ઝૂંગારરસ વગેરે રસો) મળી જાય તો તે રાગી બની જાય છે. / ૧૩૬ //
સ્નેહી સ્વજનોના સંસર્ગથી સામાન્ય સાધુ રાગથી અંકુરિત થઇ જાય પરંતુ તે બંને મુનિઓમાં ષસોનો પ્રવેશ થયેલો નહિ હોવાથી રાગી થયા નહિ. જેમ કીર નામનું લાકડું પૃથ્વીમાં પ્રવેશે તો પણ અંકુરિત થાય નહિ. // ૧૩૭ ||
શાલિભદ્ર-ધન્નાને કોઇ સ્વજનોએ ન ઓળખ્યા :
તે મુનિઓમાં મન-વચન-કાયાથી તેટલો ફેરફાર થઇ ગયો હતો કે જેથી મોહ, સ્નેહ અને રાગથી ઘેરાયેલા ઘરના માણસો પણ ઓળખી શક્યા નહિ. || ૧૩૮ ||
આ બાજુ પુત્રી, પુત્ર, જમાઇ અને ભ. શ્રીમહાવીર દેવના આગમનથી પેદા થયેલા ચારેય દિશાઓની પરાકાષ્ઠાએ પહોંચેલા ચાર પ્રકારના (પુત્રી આદિ ચાર) આનંદના પૂરથી ભરાયેલી, બીજા વિચારોના વૃક્ષોને ઉખેડતી ભદ્રા-નદીએ સ્નેહ રસના પાણીથી પુત્રવધુઓ રૂપી વાવડીઓને પણ તરત ભરી દીધી. // ૧૩૯ / ૧૪૦ ||
અને ભદ્રાએ આનંદપૂર્વક વિચાર્યું : અહો આજે મારા પુણ્ય ખીલી ઊઠ્યા. કારણ ત્રણ લોકમાં તિલકસમાં પ્રભુશ્રી મહાવીર દેવ અહીં પધાર્યા છે. // ૧૪૧ //
8A%A88888A YAUAAAAAAAA
|| ૪૮૬ |