________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શરીરની જેમ અંગોપાંગ સહિત ભોગ-સામગ્રી માથાના દુઃખાવા જેવા ‘સ્વામી’ શબ્દથી પીડાય છે. તો પણ તે (ભોગ સામગ્રી) વખાણાય નહિ. / ૧૦૦ ||
હીરાના અને શરીરના સર્વ સુખકારી લક્ષણો પણ જેમ કાગડાના પગ જેવી કાળી રેખાથી નકામા થઈ પડે, તેમ સર્વ સુખકારી લક્ષ્મી પણ મસ્તક પર કાગડાના પગ જેવા “બીજો સ્વામી છે” એવા શબ્દથી મને નકામી થઇ પડી છે. // ૧૦૧ //
જતિમાન, તેજસ્વી, પ્રૌઢ અને મોટા શરીરવાળો ઘોડો પણ મસ્તકે ભ્રમર હોય તો છોડી દેવાય છે. તેમ હું પણ “બીજો સ્વામી છે' એવા શબ્દથી પણ ભોગના રસાલાને છોડી દઉં છું. || ૧૦૨ //.
હે મા ! સારી રસોઇ પણ જો દાઝી ગયેલી હોય તો ન ગમે તેમ દિવ્ય ભોગ-સામગ્રી પણ બીજાના હુકમથી દાઝી ગયેલી છે, તેથી મને ગમતી નથી. / ૧૦૩ //
રાજારૂપી નિરંકુશ ભૂતડા ટેક્ષ વગેરે દ્વારા જેને એંઠી કરે છે, તે સંપત્તિ, રાત્રિભોજનની જેમ વિવેકીએ છોડી દેવી જોઇએ. || ૧૦૪ ||
સર્વ રીતે પ્રિય ભોગ-સુખોમાં બીજાનો હુકમ મહામહિમાની હાનિ માટે થાય છે, જેમ હીરામાં ત્રાસ રેખા મહામહિમાની હાનિ માટે થાય. (હીરો બધી રીતે સારો હોય, પણ જો તેમાં ‘ત્રાસ' દોષ હોય તો તેની કોઇ કિંમત નહિ. તે હીરો જેની પાસે હોય તેને હાનિ કરે મહિમા ઘટાડે.) / ૧૦૫ //
ARRARAUAYA8A82828282828282888
|
૨ ||