________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
જ્યાં અંદર સેવકપણાનું દુઃખ છે પરંતુ બહાર સુખનો દેખાવ છે તે તાંબામાં પણ સોનાના દાગીનાનો ચળકાટ બતાવનારા સ્વર્ગથી પણ સર્યું ! // ૧૨ //
વિલાસ કરતા જે ભોગીજનોને રાજા ટેક્સ વગેરેથી ખૂબ જ પીડે છે તે ચતુરાઇથી રહિત ભોગીઓને ધિક્કાર હો ! ગૌણાર્થ : સરકતા જે સાપને અજગર ગળી જાય છે, તે કાન વગરના સાપોને ધિક્કાર હો ! // ૧૩ ||.
તે મંત્રની સાધના કરીશ. તે દેવની ઉપાસના કરીશ. જેથી ક્ષયરોગ જેવી રાજાની મૂર્ખતાથી મારો આનંદ કેદમાં પૂરાઇ ન જાય. / ૧૪ || |
ધર્મઘોષસૂરિનું આગમન :
તો આવી વિચારણાથી સંસારના ઉચ્છેદ માટે મન તૈયાર થયેલું હતું ત્યારે અકસ્માત એક કલ્યાણ મિત્રે આવીને સમાચાર આપ્યા. || ૧૫ //
અહીં નગરમાં ધર્મઘોષ નામના આચાર્ય ભગવંત પધાર્યા છે. જાણે શ્રીધર્મમહારાજાની વિજય-યાત્રામાં શરીરધારી અદ્દભુત મંગળરૂપ શંખનાદ જોઇ લો ! || ૧૬ ||
ઓહ ! એક તો કામાતુર સ્ત્રી હોય અને વળી મોરનો ટહુકાર થાય ! રસોઇ તૈયાર હોય અને મનગમતા મહેમાન આવી ચડે. બીજે ગામ જવાની ઇચ્છા હોય અને સમર્થ સાર્થનો સથવારો મળી જાય. મજબૂત વહાણમાં ચડી ગયેલો હોય અને પવનની અનુકૂળતા થઇ જાય.
82828282828282828282828282828282888
//
રૂ૮||