________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
તે ક્ષેત્રોમાં સમુદ્રને પેલે પાર ‘ભરત’ નામનું ક્ષેત્ર છે. વરસમાં છ ઋતુઓ, ગીતમાં છ રાગો, કાર્તિકેયમાં છ મુખ, ભોજનમાં છ રસ, રાજ્યમાં છ ગુણ, વાદીમાં છ તર્ક હોય છે, તેમ અખંડ ભરતમાં છ ખંડ શોભી રહ્યા હતા. || ૭ || ૮ ||
| ઉચ્ચગોત્રીય પુરુષ જેવા વૈતાઢ્ય પર્વત, જાણે નીચ પુથ્વી (માતા) માં પેદા થયેલા તે છ ખંડોને ત્રણ-ત્રણના વિભાગમાં જુદી-જુદી પંક્તિમાં બેસાડ્યા ! || ૯ |
ત્રણ લોકમાં જેમ મનુષ્ય-લોક, ત્રણ વયમાં જેમ યૌવન-વય, ત્રણ કાળમાં જેમ વર્તમાનકાળ સકલ કાર્યના સાધકે છે, તેમ દક્ષિણ વિભાગના ખંડોમાં મધ્ય ખંડ પ્રધાન છે. સર્વ પ્રકારનાં સુખ આપવામાં તે સમર્થ છે. | ૧૦ || ૧૧ ||
મગધ-રાજગૃહનું વર્ણન :
તે મધ્ય ખંડમાં મોતી જેવા ઉજજવળ ધાન્યના પ્રદેશોવાળા પૃથ્વી-વલયોથી અતિ ભરચક મગધ નામે દેશ છે. || ૧૨ .
જે મગધ-દેશમાં મેદથી પુષ્ટ ગાયો, સન્નારીની જેમ સુખપૂર્વક દોહી શકાય તેવી ખૂનખાર ચોરને આધીન નહી થતી, વાંઝિયાપણાના દોષથી રહિત હતી.
ગૌણાર્થ : જયાં પતિવ્રતા સ્ત્રીઓ પુષ્ટ શરીરવાળી, સૂર્ય અને દુર્જનોને આધીન નહિ થનારી અને વાંઝિયાપણાના દોષથી રહિત હતી. / ૧૩ //
8A%A88888A YAUAAAAAAAA
// રૂદ્ધ
/