________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
કોઇ બોલી : આ પુત્રને હું મારે ઘેર જમાડીશ. બીજી બોલી : બરાબર છે. આમ દરેકના ધેર ક્રમશઃ જમાડવો
જોઇએ. || ૬૬ ||
વિશિષ્ટ બુદ્ધિવાળી કોઇ બોલી : માતા આમ રાજી ન થાય. બીજી બોલી : આપણે સૌ સાથે મળીને આ (ખીર) બનાવીએ. || ૬૭ ||
ખીરની સામગ્રી લાવતી પાડોશણો :
આમ કહી એક સ્ત્રીએ ગુણ જેવા ઊજળા ચોખા મોકલ્યા. બીજીએ દૂધથી ભરેલી પારી (ઘડો) મોકલી. જાણે તે પોતાના યશથી ભરેલી હતી. બીજી કોઇ સ્ત્રી ઘણું ઘી લાવી. જાણે રસલક્ષ્મીનું સામ્રાજ્ય લાવી ! અને અન્ય કોઇ મીઠી-મીઠી સાકર લાવી. જાણે પ્રીતિનો વિસ્તાર લાવી ! || ૬૮ || ૬૯ ||
રેંટ ચલાવનારો, કેટલું પાણી રેંટે કાચું ? - એના અનુમાનથી તેલ (સ્નેહ) આપે છે. પરંતુ ધન્યાએ આંખમાંથી છોડેલી અશ્રુધારથી વધારે સ્નેહ સખીઓ પાસેથી મેળવ્યો. ॥ ૭૦ |
સેંકડો (રૂપિયા)થી સારો પાડો (પોળ-મહોલ્લો) મળે. હજારોથી સારો પાડોશી મળે. ધન્યાને તો (એક પણ રૂપિયાના ખર્ચ વિના) પાડોશણો ઉત્તમ કોટિને પામી. ।। ૭૧ |
દુઃખમાં આરીસા સમી (જેમાં દુ:ખનું પ્રતિબિંબ પડે) પાડોશણો પણ દુર્લભ હોય છે. પરંતુ ધન્યાની આ પાડોશણો તો દુઃખરૂપી શલ્યને બહાર કાઢવામાં લોહચુંબક સરખી બની. (પહેલાંના જમાનામાં શરીરમાં ઘૂસી ગયેલા બાણ વગેરે લોખંડનાં શસ્ત્રોને બહાર કાઢવા માટે લોહચુંબકનો ઉપયોગ થતો હશે.) II ૭૨ |
CREDER
TET
પ્રક્રમ-૧
રૂપ ॥