________________
(૪) સંપ્રદાન : માટીના પિંડને સ્થાસ, કોશ કુશલાદિ નવા નવા પર્યાયો
અર્થાતું આકારો આપવા તે. (૫) અપાદાન: પિંડાદિ – પૂર્વ પૂર્વ પર્યાયો (આકારો)નો નાશ થવો તે. (૬) આધાર : ઇટાદિ સર્વ પર્યાયોનો આધાર - ભૂમિ-ક્ષેત્ર છે.
ઘટકાર્યની જેમ દરેક કાર્યમાં પકારકની પ્રવૃત્તિ અવશ્ય હોય છે.
સંસારી આત્મા પણ કર્મબંધરૂપ કાર્યને અનાદિ કાલથી કરી રહ્યો છે. તેથી તેના પકારક અનાદિથી બાધકભાવે પરિણમી રહ્યા છે.
કર્તા : આત્મા છે, ભાવકર્મ (રાગ-દ્વેષાદિ વિભાવ) અને દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણીયાદિ રૂપ કાર્યનો એ કર્તા બન્યો છે.
કાર્ય : ભાવકર્મ અને દ્રવ્યકર્મ રૂપ કાર્ય આત્મા દ્વારા થાય છે.
કારણ : ભાવાસ્રવ - રાગદ્વેષાદિ પરિણામ અને દ્રવ્યાસ્રવ - હિંસાદિ એ કર્મબંધ રૂપ કાર્યના પ્રધાન સાધનો છે.
સંપ્રદાન : અશુદ્ધતા - સંમ્પિષ્ટતાની પ્રાપ્તિ તથા વ્યકર્મ પુજનો સંયોગ એ સંપ્રદાન છે.
અપાદાન : આત્મસ્વરૂપનો અવરોધ, ક્ષયોપશમાદિ ભાવોની હાનિ વગેરે અપાદાન છે.
આ પ્રમાણે સર્વસંસારી જીવોનું કારકચક્ર જ્યાં સુધી શ્રી અરિહંત પરમાત્માના આલંબન વડે સ્વસાધ્યને સિદ્ધ કરવાની રુચિ ન પ્રગટે, ત્યાં સુધી બાધક ભાવે જ પરિણમે છે. પરંતુ જયારે શુદ્ધ આત્મતત્ત્વની રુચિરૂપ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમા-અયોગી ગુણસ્થાનક સુધી પકારક સાધક ભાવે પ્રવૃત્તિ કરે છે, અને સિદ્ધ અવસ્થામાં સ્વકર્માદિક કારકચક્ર તે શુદ્ધ પારિણામિક ભાવે પરિણમે છે.
- સાધભાવને પ્રાપ્ત થયેલ ષકારકનું ચક્ર એ ચક્રવર્તીના ચક્રરત્નની જેમ કર્મશત્રુને વિદારણ કરવામાં સંપૂર્ણ સમર્થ બને છે.
આ કારકચક્રની અનાદિકાલીન બાધક પ્રવૃત્તિને અટકાવી દઇને મોક્ષસાધક પ્રવૃત્તિમાં તેને ગતિમાન કરવાનો ઉપાય શાસ્ત્રોમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે. એક છોક કોક , છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૮ ક. ૪ક ક ક જj
(૧) પરમાત્મભક્તિ :
અનંત ગુણના ભંડાર, સ્વરૂપ-રમણી, સ્વરૂપવિશ્રામી, સ્વરૂપાનંદી, શાંત સુધાસિંધુ, એવા શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન, પૂજન, વંદન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન કરવાથી જયારે પ્રભુની પૂર્ણ પ્રભુતા જેવી, પોતાની પૂર્ણ પ્રભુતાનું ભાન થાય છે અને તેને પ્રગટાવવાની રુચિ-અભિલાષા, જાગ્રત થાય છે, ત્યારે કદિ કારકો સ્વભાવના સાધક બને છે. માટે સૌ પ્રથમ પરમાત્માનાં દર્શન, પૂજન, વંદન આદિ ભક્તિ - બહુ – માનપૂર્વક કરવા તત્પર બનવું જોઇએ. (૨) આત્મસંપ્રેક્ષણ દ્વારા આત્મશિક્ષા :
આત્માને અહર્નિશ આ પ્રમાણે હિતશિક્ષા આપવી જોઇએ : હે ચેતન ! તું આ સંસારમાં વિષય-કષાયાદિની દુષ્ટ પ્રવૃત્તિ કરીને તેનાં સાધનો તન, ધન, સ્ત્રી, પુત્રાદિ પરિવાર આદિમાં અત્યંત આસક્તિ રાખે છે, પરંતુ આ તારી વિભાવ-પરિણતિ છે, તારું મૂળ સ્વરૂપ તો તેનાથી જુદું છે. માટે ‘આ બધી વસ્તુઓ મારી છે. અને હું તેનો કર્તાભોક્તા છું', એવું મિથ્યા અભિમાન તું શા માટે ધારણ કરે છે ? પુગલમાત્ર વિનશ્વર છે - નાશવંત છે. આ બધા મળેલા સંયોગો પણ ક્ષણિક છે, અલ્પ સમય પૂરતા જ છે. તેના સંયોગથી જ તું તારા શુદ્ધ સ્વરૂપને વીસરી ગયો છે અને તે શુદ્ધ સ્વરૂપના વિસ્મરણને લઇને જન્મ, જરા અને મરણાદિકનાં અનંત દુ:ખોની પરંપરા તારે ભોગવવી પડે છે. માટે હે જીવ ! હવે તું જિનવાણી રૂપ અમૃતનું પાન કરી રાગદ્વેષાદિ વિભાવવિષને દૂર કર ! અને તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે દેઢ નિશ્ચયી બન ! આ જ તારું મહાન કર્તવ્ય છે.
આ કાર્ય કરવાની સમ્યગુદર્શનાદિ શક્તિઓ તારામાં જ રહેલી છે. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનાં પુષ્ટ નિમિત્તને પામીને તું સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કર, અને તારા અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંતાનુણ-પર્યાયરૂપ પરિવારને તે ગુણો સમર્પિત કરી જેથી તે સર્વ ગુણો ઉત્તરોત્તર વિકસિત બનતા જાય, હે જીવ ! તારી ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૯ ક. ૦, શોક કે ,