________________
શુદ્ધજ્ઞાનાદિ પર્યાયોનું જાણવાદિ કાર્યમાં પ્રવર્તન થવું તે કાર્ય છે. કેવલજ્ઞાનાદિ ગુણો એ કરણ છે.
આત્મગુણોનું પરસ્પર સહાયરૂપ દાન અથવા લાભ તે સંપ્રદાન છે. પરભાવનો ત્યાગ એ અપાદાન છે.
અનંત ગુણોનો આશ્રય આત્મા છે તે આધાર છે.
આ રીતે પૂર્ણ શુદ્ધ આત્મદશામાં કર્યાદિ ષકારકનું પરિણમન સ્વસ્વરૂપમાં જ થાય છે. આત્મા સમવાય સંબંધથી આત્મામાં રહેલા જ્ઞાનાદિ સ્વકાર્યનો કર્યા છે અને એથી જ સિદ્ધ પરમાત્મા સાદિ અનંતકાળ સુધી અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ રહે છે.
પરકતૃત્વ સ્વભાવ, કરે ત્યાં લગે કરે રે / ક0 || શુદ્ધકાર્ય રુચિ ભાસ, થયે નવિ આદરે રે // થo || શુદ્ધાત્મ નિજ કાર્ય, રુચે કારક ફિરે રે // ૨૦ | તેહિ જ મૂળ સ્વભાવ, ગ્રહે નિજ પદ વરે રે I ગ્ર0 | ૫ //
આ જીવ જયાં સુધી પર (પુદ્ગલ) વસ્તુઓને પોતાની માની તેનો ભોગ કરે છે, ત્યાં સુધી જ તેને પરનું કર્તુત્વ - પરકર્તાપણું હોય છે; પરંતુ આ જીવને જયારે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવવાની રુચિ જાગે છે, ત્યારે તે જીવ પરકર્તુત્વને આદરતો નથી, એટલે કે મોક્ષરૂપી કાર્ય કરવાની અભિલાષા થતાં પરનું કર્તાપણું જીવ કરતો નથી. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ કાર્ય કરવાની રુચિ થવાથી કારકચક્ર ફરી જાય છે અને સ્વકાર્યને અનુરૂપ તે પોતાના મૂળ સ્વભાવને એટલે કે આ જીવ પોતાના અચળ, અખંડ, અવિનાશી આત્મસ્વભાવને ગ્રહણ કરે છે, અને તેથી આત્મા નિજ - પોતાના પરમાત્મ-પદને વરે છે - પામે છે.
કારણ કારજરૂપ, અછે કારક દશા રે // અO ||. વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વસ્યા રે || એO || પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, ચેતનતા ગ્રહે રે I ચેo |. તવ નિજ સાધકભાવ, સકલ કારક લહે રે I સ0 || ૬ || પકારક શું છે ? -
કર્નાદિ છયે કારકની દશા - અવસ્થાનો વિચાર કરતાં જણાય છે છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૧૧૬ . . . . #j
કે કારક એ કારણ અને કાર્યરૂપ છે કેમ કે તે કાર્યને સિદ્ધ કરવાનાં સાધનો છે અને તે વસ્તુના - આત્માના પ્રગટ – નિરાવરણ પર્યાયો છે. આ શાસ્ત્રવચન મનમાં વસેલું છે, પરંતુ જયારે નિરાકાર કે સાકાર ચેતના, શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં લયલીન બને છે ત્યારે કદિ છે કારકો પરભાવને છોડી દઇને નિજ સાધકભાવને પામે છે.
કર્મનું વિદારણ કરવું અને સ્વરૂપને પ્રગટ કરવું એ જ કારકનો સાધક સ્વભાવ છે.
માહરું પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે // પ્ર0 || પુષ્ટાલંબનરૂપ, સેવ પ્રભુજી તણી રે I સેo દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરો ! ભવ // અવ્યાબાધ અનંત, અક્ષયપદ આદરો / અO | ૭ |.
આ રીતે શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન-પૂજા અને સેવનથી છથે કારકનું બાધકપણું ટળી જઇને સાધકપણું પ્રાપ્ત થતાં, અનુક્રમે પૂર્ણાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી મારા પૂર્ણાનંદ-અવ્યાબાધ સુખને પ્રગટ કરવામાં પુષ્ટ (નિયામક) નિમિત્ત - આલંબનરૂપ શ્રી અરિહંત પ્રભુની સેવા (આજ્ઞાપાલન) જ છે; માટે દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ એવા જિનેશ્વર પરમાત્માની પરમભક્તિને હૃદયમાં ધારણ કરો અને અવ્યાબાધ (પરભાવની પીડારહિત) અનંત, અક્ષય પદને વરો...! જિનભક્તિ એ જ સર્વસાધનાનો સાર છે. ૨ ઓગણીસમાં સ્તવનનો સાર :
વિશ્વનાં સર્વ કોઇ કાર્યોમાં કારકચક્રની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. પકારકની પ્રવૃત્તિ વિના કોઇ પણ કાર્યની નિષ્પત્તિ-સિદ્ધિ થતી નથી. દા.ત. ઘટરૂપ કાર્ય કરવામાં પણ પકારકની પ્રવૃત્તિ હોય છે, તે આ પ્રમાણે હોય છે. (૧) કર્તા : કુંભકાર ઘટકાર્યની પ્રવૃત્તિ કરનાર છે. (૨) કાર્ય : ઘટ બનાવવાનો સંકલ્પ છે. (૩) કારણ : માટીનો પિંડ એ ઉપાદાન કારણ છે અને દંડ-ચક્રાદિ
નિમિત્ત કારણ છે. તે બંને ઘટ બનાવવાનાં પ્રધાન સાધનો છે. ભક ક ક ક શ ક પરમતત્વની ઉપાસના * ૧૧૭ જhat ek j jક