________________
ઘટ-કાર્ય પ્રતિ ભૂમિ, કાલ અને આકાશ એ અપેક્ષા-કારણ છે. (અહીં ભૂમિ, કાલ અને આકાશનો કોઇ વ્યાપાર નથી. કર્તાને તે મેળવવા માટે કોઇ પ્રયાસ કરવો પડતો નથી, તે ભૂમિ આદિ કારણો ઘટથી ભિન્ન છે; તેમ જ તે ભૂમિ આદિ વિના કાર્ય થતું નથી. તેમ જ ઘટ સિવાયનાં અન્ય કાર્યોમાં પણ તે ભૂમિ આદિ કારણ બને છે.) કારણ પદ એટલે કે કારણતા એ ઉત્પન્ન છે, એટલે કે ઉત્પત્તિ ધર્મવાળી છે; કાર્યની પૂર્ણતા થતાં કારણતાનો નાશ થઇ જાય છે.
હવે સિદ્ધતારૂપ કાર્યમાં ચારે કારણોની યોજના કરે છે. કર્તા આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ પણોરી ! નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણોરી || ૯ ||
સિદ્ધતારૂપ કાર્ય આત્માથી અભિન્ન છે, માટે તેનો કર્તા આત્મા પોતે જ છે. સિદ્ધપણું પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થતાં આ આત્મા પોતે જ અંશતઃ કર્તા બને છે. પછી અનુક્રમે ગુણવૃદ્ધિ થતાં સંપૂર્ણ સિદ્ધતા પ્રગટતાં આ આત્મા પોતે જ તેનો સંપૂર્ણ કર્તા બને છે. નિજ સત્તાગત - પોતાની સત્તામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ ઉપાદાન-કારણો છે. તે જ્ઞાનાદિની પૂર્ણતા એ જ સિદ્ધતા છે.
યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વચેરી વિધિ આચરણ ભક્તિ, જિણે નિજ કાર્ય સધેરી || ૧૦ |
મન, વચન અને કાયા સમતાપૂર્વક આત્મ-સ્વભાવમાં રમણતા કરે તે યોગ સમાધિ છે, તેનું વિધાન એટલે કે ચોથા ગુણ સ્થાનકથી અનુક્રમે ગુણવૃદ્ધિ કરવી અને તે માટે તેનાં સાધનોનું વિધિપૂર્વક આચરણ-પાલન કરવું તથા દેવ-ગુરુ આદિની બહુમાનપૂર્વક ભક્તિ કરવી, જેથી સિદ્ધતારૂપ સ્વકાર્ય સિદ્ધ થાય.
આ બધાં મોક્ષનાં અસાધારણ કારણ છે. નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણો | નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણો // ૧૧ ||
મનુષ્યગતિ, વજ ઋષભનારાચસંઘયણ, પંચેન્દ્રિય જાતિ વગેરે કારણો સિદ્ધતારૂપ કાર્યનાં અપેક્ષા-કારણ છે, પરંતુ જે સાધક એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૧૦ ક. દરેક . છ.
આત્મસ્વભાવને પ્રગટ કરવાના આશયથી સુદેવ, સુગુરુ અને સુધર્મનું આલંબન લે છે, તેને મનુષ્યગતિ આદિ કારણો અપેક્ષા-કારણરૂપે ગણવાં, પરંતુ જેને નિમિત્તનું આલંબન ગ્રહણ નથી કર્યું તેનાં મનુષ્યગતિ આદિ અપેક્ષા-કારણ કહી શકાય નહિ.
નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી | પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી || ૧૨ //.
સમતારૂપી અમૃતની ખાણ-અમૃતના ભંડાર એવા શ્રી જિનેશ્વર પરમાત્મા જ સિદ્ધતારૂપ કાર્યના પુષ્ટ નિમિત્ત-કારણ છે, તે પ્રભુનું આલંબન લેવાથી આત્માને સિદ્ધતાની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હલીયે ! રીઝ ભક્તિ બહુમાન, ભોગ ધ્યાનથી મલીયે / ૧૩ .
મોક્ષના પુષ્ટ હેતુભૂત શ્રી અરનાથ ભગવાનનાં કેવલજ્ઞાનાદિ ગુણોમાં પ્રીતિ, ભક્તિ અને બહુમાનપૂર્વક ધ્યાન દ્વારા તન્મય બની અનુભવ-અમૃતનો આસ્વાદ કરવો જોઈએ. પ્રભુ સાથે મળવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે.
મોટાને ઉસંગ, બેઠાને શી ચિંતા | તિમ પ્રભુચરણ પસાય, સેવક થયા નિચિંતા . ૧૪ /
મોટા રાજઓના ખોળામાં બેસનારને જેમ કોઇ ચિંતા હોતી નથી, તેમ જિનેશ્વર પ્રભુના ચરણપ્રસાદથી (ભાવસેવા કે ચારિત્રના યોગે) સેવક પણ નિશ્ચિત બને છે. (પ્રભુની ભાવસેવા કરનારને ભવભ્રમણનો ભય ભાંગી જાય છે.)
અરે પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી | દેવચંદ્રને આનંદ, અક્ષય ભોગ વિલાસી / ૧૫ //.
આ પ્રમાણે અરનાથ પ્રભુની પૂર્ણ પ્રભુતામાં તન્મય બનવાથી, સાધકની આંતરિક આત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને પૂર્ણ પ્રભુતાની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવોમાં ચંદ્ર સમાન ઉકવલ બની આત્મા પરમાનંદના અક્ષય ભોગનો વિલાસી બને છે. ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૧ જો ,