________________
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન
(રામચંદ્રકે બાગ ચાંપો... એ દેશી)
પ્રણમો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી । ત્રિભુવન જન આધાર, ભવ નિસ્તાર કરોરી ॥ ૧ ॥
શ્રી અરનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો, કારણ કે એ જ શિવપુરના સાચા સાથી છે, એ જ મોક્ષમાર્ગના સાર્થવાહ છે, એ જ મિથ્યાત્વ અને અસંયમથી પીડિત ત્રણે જગતના સર્વ જીવોના આધાર છે, અને એ જ સંસારસાગરથી પાર ઉતારનારા છે. તેથી મુમુક્ષુ આત્માઓએ તેમનો જ આશ્રય લેવો જોઇએ.
કર્તા કારણ યોગ, કારજ સિદ્ધિ લહેરી |
કારણ ચાર અનૂપ, કાર્યાર્થી તેહ ગ્રહેરી ॥ ૨॥
કાર્યનો અર્થ કર્તા કાર્યને સિદ્ધ કરવા માટે જ્યારે ચાર કારણોને પ્રાપ્ત કરે છે; ત્યારે તે ચારે કારણોના યોગથી કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ કારણ-સામગ્રી વિના એકલો કર્તા કાર્યને સાધી શકતો નથી.
ચાર કારણો : (૧) ઉપાદાન-કારણ, (૨) નિમિત્ત-કારણ, (૩) અસાધારણ-કારણ અને (૪) અપેક્ષા-કારણ.
જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી ।
ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વધેરી II ૩ II જે કારણ પૂર્ણ પદે એટલે કે સમાપ્તિ સમયે પોતે જ કાર્યરૂપે પરિણમે પરમતત્ત્વની ઉપાસના * ૧૦૮
છે, તે ‘ઉપાદાન-કારણ' કહેવાય છે. જેમ ઘટ-કાર્યમાં કારણભૂત માટી પોતે
જ ઘટરૂપે પરિણમે છે - બને છે, તેથી માટી ઘટનું ઉપાદાન-કારણ છે. ઉપાદાનથી ભિન્ન, જે વિણ કાર્ય ન થાયે ।
ન હુવે કારજરૂપ, કર્તાને વ્યવસાયે ॥ ૪ ॥
કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે II
કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે ॥ ૫ ॥
જે કારણ ઉપાદાન-કારણથી ભિન્ન હોય, જેના વિના (ઉપાદાનકારણ વગેરેથી પણ) કાર્ય થઇ શકે નહિ, કર્તાનો વ્યાપાર છતાં પણ જેના વિના ઉપાદાન-કારણ કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી, તે નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ ઘટરૂપ કાર્યમાં ચક્ર, દંડ વગેરે નિમિત્ત-કારણ છે. ‘કાર્ય તથા સમવાય' જ્યારે કર્તા ઉપાદાન-કારણ (માટી વગેરે)ને કાર્ય (ઘટાદિ) રૂપે કરવા માટે નિમિત્ત (ચક્રદંડાદિ) કારણોનો પ્રયોગ કરે છે ત્યારે પ્રયોગકાલે તે કારણ કહેવાય, પણ તે સિવાયની અવસ્થામાં તેને નિમિત્ત-કારણ કહી શકાય નહિ.
વસ્તુ અભેદ સ્વરૂપ, કાર્યપણું ન ગ્રહેરી ।
તે અસાધારણ હેતુ, કુંભે થાસ લહેરી ॥ ૬ ॥
જે વસ્તુ ઉપાદાન-કારણથી અભિન્નપણે રહે છે, છતાં કાર્યરૂપે પરિણમતી નથી. અર્થાત્ કાર્ય ઉત્પન્ન થાય તે સમયે રહેતી નથી, તેને ‘અસાધારણ કારણ’ કહેવામાં આવે છે. જેમ ઘટ-કાર્યમાં સ્થાસ (થાળી), કોશ આદિ અવસ્થા.
જેહનો નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવિ । ભૂમિ કાલ આકાશ, ઘટ કારણ સદ્ભાવી | ૭ || એહ અપેક્ષા હેતુ, આગમ માંહે કહ્યોરી ।
કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લઘોરી ॥ ૮ ॥
જે કારણની કાર્ય કરવામાં પ્રવૃત્તિ થતી નથી, જેને મેળવવા માટે કર્તાને પ્રયાસ કરવો પડતો નથી અને જે કાર્યથી ભિન્ન હોય છતાં તેની આવશ્યકતા રહે છે, તથા પ્રસ્તુત કાર્ય સિવાયનાં અન્ય કાર્યોમાં પણ જેનો ઉપયોગ હોય છે, તેને શાસ્ત્રકારો ‘અપેક્ષા-કારણ’ કહે છે. જેમ પરમતત્ત્વની ઉપાસના × ૧૦૯