________________
[(૧૦) શ્રી કુંથુનાથ જિન સ્તવન
| (ચરમ જિનેસરું... એ દેશી) સમવસરણ બેસી કરી રે, બારહ પર્ષદા માહે ! વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગનાહો રે | ૧ || કુંથ જિનેસ ! નિર્મલ તુજ મુખ વાણી રે ! જે શ્રવણે સુણે, તેથી જ ગુણમણિ ખાણી રે // કુંથુo / ૨ //
કરુણાના ભંડાર, જગતના નાથ શ્રીકુંથુનાથ ભગવાન સમવસરણમાં બિરાજમાન થઇ, બાર પર્ષદા સમ્મુખ વસ્તુ સ્વરૂપ - જીવાજીવાદિ તત્ત્વોના મૂળ સ્વરૂપને પ્રકાશિત કરે છે. હે પ્રભુ ! તમારા મુખની નિર્મળ વાણી જેઓ શ્રવણે - કાનથી સાંભળે છે, તેઓ ધન્ય છે, કારણ કે તે લોકો સકલ ગુણરત્નની ખાણ બને છે – સર્વગુણસંપન્ન બને છે.
ગુણપર્યાય અનંતતા રે, વલિય સ્વભાવ અગાહ | નય, ગમ, ભંગ નિક્ષેપના રે, હેયાહય પ્રવાહો રે // કુંથુo || ૩ ||
જિનવાણીથી મોક્ષમાર્ગનો સંપૂર્ણ પ્રકાશ જગતમાં પથરાય છે. કારણ કે જિનેશ્વરદેવ, સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને કેવલજ્ઞાન દ્વારા જાણીને જીવોના હિત માટે જ ઉપદેશ આપે છે. તેમની દેશનામાં પ્રકાશિત મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે – (૧) વસ્તુમાં રહેલા ગુણ પર્યાય અને સ્વભાવની અનંતતાના સ્વરૂપનું વર્ણન તથા (૨) નય, (૩) ગમ, (૪) ભંગ, (૫) નિક્ષેપના સ્વરૂપનું વર્ણન તેમ જ નયાદિના અગાધ સ્વરૂપનું હેય (ત્યાગ કરવા યોગ્ય) - ઉપાય (ગ્રહણ કરવા યોગ્ય)ના વિભાગરૂપે પ્રતિપાદન.
કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધા ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધો રે ||
કુંથુo || ૪ | શ્રી કુંથુનાથ પ્રભુની દેશનામાં મોક્ષનાં સર્વ સાધનોનું સર્વસાધકોનું અને મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું વર્ણન હોય છે. વળી જિનવચનમાં ગૌણતા અને મુખ્યતા હોય છે. પ્રભુનું કેવલજ્ઞાન તો સમગ્ર શેયને જાણવા માટે સમર્થ છે તેથી તેમાં ગૌણતા કે મુખ્યતાનો વિચાર નથી. પરંતુ વચન ક્રમબદ્ધ હોવાથી પ્રસ્તુતમાં ઉપયોગી એવા વિવક્ષિત ધર્મને મુખ્યપણે અને બાકીના અવિવક્ષિત ધર્મને ગૌણપણે કહે છે.
એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે : વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામના ગ્રાહક અવસર બોધથી રે, કહેવે તે અર્પિત કામો રે II
કુંથુo || ૫ | જીવાદિ સર્વ પદાર્થો અનંત ધર્મ (સ્વભાવ) યુક્ત હોય છે. તેથી તે પદાર્થોનાં જીવ વગેરે નામો પણ તેમાં રહેલા અનંત ધર્મોને જણાવે છે.
| (“જીવ” – આ શબ્દોચ્ચાર માત્રથી પણ તેના અનંતા ધર્મોનું કથન થઇ જાય છે) છતાં કેવલજ્ઞાની ભગવંતો અવસર જોઇ શ્રોતાના બોધ (જાણવાની યોગ્યતા) પ્રમાણે અર્પિત વચનને કહે છે. અર્થાતું પ્રયોજન (કાર્ય) વશથી વિવક્ષિત વચનને કહે છે.
શેષ અનર્પિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધી. ઉભય રહિત ભાસન હોવે રે, પ્રગટે કેવલ બોધ રે //
કુંથુo || ૬ || મોક્ષનાં મુખ્ય સાધન : જિન દર્શન, પૂજન, મુનિચંદન અને અનુકંપાથી લઇ શુક્લ ધ્યાન પર્યંતની ભૂમિકા. મોક્ષના સાધક અને તેનો ક્રમઃ માર્ગાનુસારીથી આરંભીને ક્ષીણ મોહ કે અયોગી કેવલી સુધીના મોક્ષના જે સાધકો છે તેઓનો ક્રમ આ છે : માર્ગાનુસારી - સમ્યકત્વને ધ્યેયમાં રાખી સાધના કરે છે, સમ્યગુર્દષ્ટિ દેશવિરતિને, દેશવિરતિ સર્વવિરતિને, સર્વવિરતિ શુક્લ ધ્યાનને, શુક્લધ્યાની ક્ષાયિક જ્ઞાનાદિને અને
ક્ષાયિકગણી સિદ્ધ અવસ્થાને ધ્યેયમાં રાખી સાધના કરે છે. પ્રક. શક જાક . છીંક, પરમતત્વની ઉપાસના * ૧૦૧ થી #ક ાંક જ છja.
એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૦૦
૪
+