________________
શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના પાલન દ્વારા ક્રમશ: અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે.
જિનમૂર્તિ એ મૂર્તિમંત આલંબન છે. તેના (રૂપ) ધ્યાનથી અરૂપી - રૂપાતીત ધ્યાન ઉત્પન્ન થાય છે. રૂપાતીત ધ્યાન “અનાલંબન યોગ”ને પ્રગટ કરે છે અને અનાલંબન યોગથી અનુક્રમે કેવલજ્ઞાન અને અયોગી-અવસ્થા અને સિદ્ધતા પ્રાપ્ત થાય છે.
આ રીતે સર્વ યોગશાસ્ત્રોએ અને સર્વ અધ્યાત્મશાસ્ત્રોએ જિનમૂર્તિને મુક્તિના સર્વશ્રેષ્ઠ સાધન તરીકે વર્ણવી છે.
- જિનાગમોમાં તો જિનમૂર્તિને જિનેશ્વર તુલ્ય જ માનવામાં આવી છે. એટલું જ નહિ પણ જિનમૂર્તિ એ (સ્થાપનારૂપે) અરિહંત છે. એમ અભેદભાવ બતાવવામાં આવ્યો છે. તે પણ યુક્તિસંગત જ છે.
જૈન દર્શનમાં પરમાત્માનાં સાકાર અને નિરાકાર એમ બે સ્વરૂપ માનવામાં આવે છે.
અરિહંત એ સાકાર પરમાત્મા છે અને અપેક્ષાએ તો અરિહંત પરમાત્મા સિદ્ધ પરમાત્મા કરતાં પણ ભવ્યજીવો ઉપર વધુ ઉપકાર કરનારા છે. “નમસ્કાર મહામંત્ર”માં સર્વ પ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે, તે આ જ રહસ્યને પ્રગટ કરે છે.
સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માની (ભાવ અરિહંતની) સૌમ્ય આકૃતિ (મૂર્તિ) જોઇને જ તથા તેમની (સાકાર) વાણી સાંભળીને જ અનેક ભવ્ય જીવો સમ્યગદર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે.
તેમના ભાવનિક્ષેપાને કે અરૂપી કેવલજ્ઞાનને કોઇ પણ છવાસ્થ જીવ ગ્રહણ કરી શકતો નથી, એટલે તેમની વિદ્યમાનતામાં પણ તેમનાં “નામ” અને આકારરૂપ “સ્થાપના” (મૂર્તિ) જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય હોવાથી મહાન ઉપકાર કરે છે, પરંતુ ભાવ નિક્ષેપો તો અરિહંતમાં જ હોવાથી તે અન્ય જીવોને તેટલો ઉપકારક થતો નથી. ૧. “જિન પડિમા જિન સારીખી, કહી સૂત્ર મઝાર.” એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૯૮ ક. ૪, +
જિનનામ અને જિનમૂર્તિ (જિનમુદ્રા) એ જ સર્વકાલે સર્વ ભવ્યાત્માઓને મહાન ઉપકારક છે. તેથી જ વિશેષાવશ્યક ભાષ્યમાં નામ નિક્ષેપાને અને સ્થાપના નિક્ષેપાને મહાન ઉપકારી કહ્યાં છે.
વિચરતાં તીર્થકર અને તીર્થંકરની મૂર્તિ બંને મોક્ષના નિમિત્ત કારણ તરીકે તુલ્ય છે.
સાક્ષાત્ તીર્થંકરના તેમ જ તેમની મૂર્તિનાં દર્શન, વંદન, પૂજન કરવાથી, ભવ્ય જીવોને એકસરખો ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે અને તેથી જ જિનવંદન અને મૂર્તિવંદનનું ફળ પણ તુલ્ય જ કહ્યું છે, અર્થાત્ તેમાં કોઇ ન્યૂનાધિકતા નથી. - આ પ્રમાણે આગમ, અનુભવ અને યુક્તિ વગેરેથી વિચારતાં જિનમૂર્તિની અજોડ અને અદ્ભુત ઉપકારિતા સમજી શકાય છે.
મૂર્તિના આલંબનથી મુમુક્ષુ આત્મા મુક્તિના સુખનો ભોક્તા બને છે. પ્રતિમાના આલંબન વિના મોક્ષની સાચી અભિલાષા પણ જાગ્રત થતી નથી, તો પછી મોક્ષપ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી ?
આ રીતે જિનમૂર્તિના મહામહિમાને જાણીને સર્વ કોઇ ભવ્યાત્માઓએ જિનમૂર્તિનું આલંબન સ્વીકારી અનુક્રમે અનંત સુખમય મોક્ષપદને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમશીલ બનવું જોઇએ.
તો કામ થઈ જાય સોનામાંથી બનેલા અલંકાર સોનું મનાય છે, તેમ શક્તિરૂપે અપ્રગટે એવું પરમાત્મ-સ્વરૂપ પરમાત્મા જ છે. અર્થાત પરમાત્મામાં જે છે તે જ આત્મામાં છે. તેની શક્તિ અનંત છે. ચૈતન્યનું લક્ષણ જ જ્ઞાન સ્વરૂપ છે. આપણે આપણને જ્ઞાન સ્વરૂપ માનતા નથી. દેહાદિ સ્વરૂપ માનીને અનાદિકાળથી ભૂલ ખાતા આવ્યા છીએ. પણ આ જન્મમાં એ માન્યતાને મૂકી સાચા પુરૂષાર્થમાં લાગી જઈએ તો કામ થઈ જાય.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૯૯ થી જો
કે, જો
કે છોક,