________________
ઐશ્વર્ય – પરમાત્મા પાસે સ્વાભાવિક અનંત ગુણ-પર્યાયમય સંપત્તિ રહેલી છે
નિર્ભયતા - પરમાત્મા સદા સર્વથા સર્વ ભયોથી રહિત છે.
નિષ્કામતા - પરમાત્મા કામના-ઇચ્છા વિના જ સર્વ જ્ઞાનાદિક સંપત્તિના ભોક્તા છે.
સ્વાધીનતા - પરમાત્માનો સ્વભાવ સ્વાધીન છે, તે કર્મની પરાધીનતાથી મુક્ત છે.
અવિનાશિતા - પરમાત્માની સર્વ સંપદા નિત્ય-અવિનશ્વર છે.
[અન્ય ચક્રવર્તી આદિ પરિમિત, ઐશ્વર્યવાળા, ભયયુક્ત, સકામી, પરાધીન અને વિનાશી હોય છે.].
અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી | તેહ જ એહનો જાણગ ભોક્તા, જે તુમ સમગુણ રાયજી II
- શીતલ0 || ૮ || પ્રભુનું નિર્મળ અવ્યાબાધ સુખ ઇન્દ્રિયાદિથી થતા પરોક્ષજ્ઞાન દ્વારા કદી જાણી શકાય તેવું નથી, પરંતુ જેણે પ્રભુના જેવા જ ગુણો પ્રગટાવ્યા છે તેઓ જ આત્માના અવ્યાબાધ સુખને જાણે છે કે ભોગવે છે.
એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી | વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી ||
શીતલ0 // ૯ / આ પ્રમાણે, પરમાત્માનાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાદિ અનંત મહાન ગુણો પ્રગટ થયેલા છે, તેનું વર્ણન વાણી વડે થઇ શકે તેમ નથી. મારા જેવા મૂઢને પ્રભુના તે અનંત ગુણોની પ્રાપ્તિ થવી તો દૂર રહી, પણ તેની નિર્મળ શ્રદ્ધા અને જ્ઞાન થવું પણ કઠિન છે - દુર્લભ છે.
સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરુ, જાણું તુજ ગુણગ્રામજી | બીજું કાંઇ ન માગું સ્વામી, એહી કરો મુજ કામજી ||
શીતલ || ૧૦ || છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૬૦ + શ . શ . we
આપના જેવા ત્રિભુવનગુરુને પામીને હું એટલી જ નમ્ર પ્રાર્થના કરું છું કે, “આપના તે સર્વ ગુણોને હું પ્રત્યક્ષપણે જાણી શકું.” આ સિવાય મારે બીજું કશું જ જોઇતું નથી. મને આશા છે કે આપની કૃપાથી મારી આ પ્રાર્થના અવશ્ય પૂર્ણ થશે.
એમ અનંત પ્રભુતા સહતાં, અર્થે જે પ્રભુ રૂપજી | ‘દેવચંદ્ર' પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી ||
શીતલ0 || ૧૧ || એ પ્રમાણે પરમાત્માની અનંત પ્રભુતાની શ્રદ્ધા કરીને આદર બહુમાનપૂર્વક જે આ પરમાત્માની દ્રવ્ય અને ભાવથી પૂજા કરે છે તે અવશ્ય દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ અને પરમાનંદમય એવી પ્રભુતાને વરે છે. જ દશમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં જૈનદર્શન માન્ય ઇશ્વર તત્ત્વનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
શ્રી જિનેશ્વર પરમાત્મા જ સમગ્ર વિશ્વમાં રાજા-મહારાજા છે. તેમનામાં રહેલી પ્રભુતા અનંત, નિર્મળ, વિશુદ્ધ સંપૂર્ણ છે. પ્રભુના કેવલજ્ઞાનાદિ અનંતગુણોની અનંતતા કોઇથી પણ જાણી શકાય કે માપી શકાય તેવી નથી. પ્રભુના અસંખ્ય પ્રદેશરૂપ ખજાનામાં અનંતગુણ - પર્યાયરૂપ અનંત, અક્ષય સંપત્તિ રહેલી છે. જ કેવલજ્ઞાન અને કેવલદર્શનની અનંતતા :
જગતના સર્વ (જીવ-અજીવ) દ્રવ્યોના સર્વ પ્રદેશોમાં રહેલા સર્વ ગુણ પર્યાયોના ત્રિકાલવર્તી પરિણામોને એકી સાથે જાણવા અને જોવાનો સ્વભાવ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો છે. જ ચારિત્રગુણની અનંતતા :
સંયમશ્રેણી દ્વારા ચારિત્રની અનંતતા આ પ્રમાણે વિચારી શકાય છે. નિરાવરણ થયેલા ચારિત્રગુણના પર્યાય-અવિભાગ એ સર્વ જીવ કરતાં અનંતગુણ છે. તેની એક ‘વર્ગણા’ થાય છે, એવી અસંખ્યાતી વર્ગણાઓનો એક ‘સ્પર્ધક થાય છે અને એવા અસંખ્યાત સ્પર્ધકોનું એક જિક, શક, કઈક કa e Bક પરમતત્વની ઉપાસના * ૬૧ .ક. જો કે,