________________
મિથ્યાત્વની અર્થાત્ અવિદ્યાની ગાઢ મૂર્છા દૂર થતાં જ્યારે આત્મા પોતાના નિર્મળ, અખંડ અને અલિપ્ત સ્વભાવને ઓળખી અને નિર્મળ નિશ્ચલ ધ્યાન દ્વારા તે આત્મસ્વભાવમાં જ રમણતા કરે છે, ત્યારે તે ક્રમે ક્રમે સમતા રસમયી પરમ શાંત રસમય (પ્રભુમુદ્રા જેવી) મુદ્રાને પ્રાપ્ત કરે છે, અર્થાત્ આત્મા પરમાત્મપદને પામે છે. આ જ પ્રક્રિયાને અનુભવયોગી શ્રી આનંદઘનજી મહારાજા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આત્માર્પણની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે.
“બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઇ થિરભાવ સુજ્ઞાની ! પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની ! આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુજ્ઞાની ! પરમ પદારથ સંપદ સંપજે, ‘આનંદધન’ રસ પોષ સુશાની !! આ રીતે, અરિહંત પરમાત્માના આલંબનથી જ આત્મામાં તત્ત્વરુચિ, તત્ત્વજ્ઞાન અને તત્ત્વરમણતા પ્રગટે છે. તે સિવાય નહિ, એમ જાણીને સર્વ મુમુક્ષુ આત્માઓએ અરિહંત પરમાત્માનાં સ્મરણ, વંદન, પૂજન, સ્તવન, આજ્ઞાપાલન અને ધ્યાનાદિમાં પ્રયત્નશીલ બનવું આવશ્યક છે.
તત્ત્વજ્ઞાન ગર્ભિત ભક્તિરસસભર આવાં સ્તવનોનું એકાગ્રચિત્તે જેમ જેમ વધુ રટણ અને ગાન થાય છે, તેમ તેમ સાધકને અપૂર્વ ભાવોલ્લાસ જાગતો રહે છે અને અદ્ભુત આનંદની અનુભૂતિ થતી રહે છે, તેથી ધ્યાનમાં નિશ્ચલતા સહજ બને છે.
મૈત્રી આદિ ભાવના તે માતા સ્વરૂપ છે
માને સંતાન પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, તે મૈત્રીભાવના. માને સંતાનના વિવેક આદિ ગુણો પ્રત્યે પ્રમોદભાવ થાય છે. માને સંતાનના દુઃખ પ્રત્યે કરૂણા ઉપજે છે તે કરૂણાભાવના. સંતાન જો સ્વચ્છંદી બને તો મા જતું કરે છે તે માધ્યસ્થ્ય ભાવના. જગતના સર્વ જીવો પ્રત્યે આવો ભાવ કેળવવાનો છે.
પરમતત્ત્વની ઉપાસના * ૫૬
(૧૦) શ્રી શીતલ જિન સ્તવન
(આદર જીવ ક્ષમાગુણ આદર... એ દેશી)
શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહીય ન જાયજી । અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી ॥ શીતલ૦ || ૧ || શ્રી શીતલનાથ પ્રભુની પરમ પ્રભુતાનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી. કારણ કે પ્રભુની પ્રભુતાની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું પૂર્ણ સ્વરૂપ કેવલજ્ઞાન સિવાય જાણી કે જોઇ શકાય તેમ નથી.
કેવલજ્ઞાની ભગવંતો પણ પ્રભુતાને પ્રત્યક્ષ જાણે છે, છતાં તેનું વર્ણન કરી શકતા નથી. કેમ કે પ્રભુની પ્રભુતા અનંત છે અને વચન ક્રમિક છે, અને આયુષ્ય પરિમિત છે. પ્રભુતા નિરાવરણ-નિઃસંગ હોવાથી નિર્મળ છે અને સંપૂર્ણપણે પ્રગટ હોવાથી તે પૂર્ણ છે.
ચરમ જલધિ જમિણે અંજલિ, ગતિ જીપે અતિવાયજી । સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી || શીતલ૦ | ૨ |
કદાચ કોઇ સમર્થ વ્યક્તિ સ્વયંભૂરમણ સમુદ્રનાં (સાધિક ત્રણરજ્જુ વિસ્તાર પરિધિવાળા) પાણીને અંજલિથી માપી શકે, શીઘ્ર ગતિથી પ્રચંડ વાયુના વેગને પણ જીતી શકે, કે પગે ચાલીને લોકાલોકરૂપ આકાશને પણ ઓળંગી જાય, છતાં તે પ્રભુની પ્રભુતાને કદાપિ ગણી શકે નહિ. પરમતત્ત્વની ઉપાસના * ૫૭
.