________________
રમણતા કરી પ્રભુ સાથે એકત્વ અનુભવે છે અને શુક્લ ધ્યાનાગ્નિથી સકલ ઘાતી કર્મોનો ક્ષય કરે છે, તે જ સમતારસના ભંડાર એવા ત્રણ લોકના સ્વામી અરિહંત પરમાત્માના જેવી શાંત મુદ્રાને પામી શકે છે.
પ્રભુ છો ત્રિભુવન નાથ, દાસ હું તાહરો, હો લાલ | દાળ || કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો, હો લાલ | અO || આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો, હો લાલ // સ0 ||L ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો, હો લાલ // ચ0 | ૫ |
હે પ્રભુ ! આપ તો ત્રણ ભુવનના સ્વામી છો (અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્તગુણનું રક્ષણ કરનારા છો) અને હું તો આપનો અંદનો દાસ છું. હે કરુણાસાગર પ્રભુ ! મારો આ સાચો મનોરથ છે કે મારો આત્મસ્વભાવ જે વસ્તુ સ્વરૂપે શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય છે, તેનું મને સદા સ્મરણ રહો ! હે પ્રભો ! પ્રતીતિ, શ્રદ્ધા, ભાસન, જ્ઞાન અને તન્મયતાપૂર્વકની રમણતા પણ મને મારા સ્વભાવની જ થાઓ ! સાધકભાવમાં સાધકરૂપે અને સિદ્ધાવસ્થામાં સિદ્ધરૂપે સ્વભાવ-રમણતા થાય એ જ એક મારી અભિલાષા છે.
પ્રભુમુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હો લાલ // પ્ર0 | દ્રવ્યતણે સાધર્મ, સ્વસંપત્તિ ઓળખે હો લાલ / સ્વ . ઓલખતા બહુમાન, સહિત રુચિ પણ વધે હો લાલ | સ0 ||. રુચિ અનુયાયી વીર્ય, ચરણધારા સધે હો લાલ // ચ0 | ૬ ||
શ્રી અરિહંત પરમાત્માની પ્રશાંત મુદ્રાનાં દર્શનથી આત્મા પ્રભુની પૂર્ણ શુદ્ધ ગુણપર્યાયમયી પ્રભુતાને ઓળખી લે છે. તેમ જ જીવદ્રવ્યના સાધમ્મથી તેને સ્વસંપત્તિ (આત્મગુણો)ની પ્રતીતિ થાય છે (અર્થાત્ પરમાત્મા અને મારા આત્માનું જીવત્વ સમાન હોવાથી જેટલા જ્ઞાનાદિ ગુણો તેમનામાં પ્રગટેલા છે, તેટલા જ ગુણો મારી આત્મસત્તામાં રહેલા છે એવી શ્રદ્ધા થાય છે) આવી પ્રભુતાની ઓળખાણ થતાં બહુમાનપૂર્વક તેવી પ્રભુતાને પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે, રુચિ અનુસાર વીર્યશક્તિની ફુરણા થાય છે અને વીર્યશક્તિની પ્રબળતા મુજબ ચારિત્રઆત્મરમણતાની ધારા (પ્રવાહ) ચાલે છે. આત્મસ્વભાવની રુચિ ઉત્પન્ન થતાં સર્વ ચારિત્ર વીર્યાદિ ગુણો સ્વભાવમાં જ લીન બને છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૫૪ ક. ૪, + 9
ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણરસી હો લાલ // થ૦ || સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી હો લાલ / વ્યo ||. હવે સંપૂરણ સિદ્ધિ, તણી શી વાર છે હો લાલ // તo // “દેવચંદ્ર” જિનરાજ, જગત આધાર છે હો લાલ // જ0 | ૭/
હે પ્રભુ ! રુચિ, જ્ઞાન, રમણતા, વીર્યાદિ સર્વ ક્ષયોપમિક ગુણો જ્યારે આપના ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવલજ્ઞાનાદિ ગુણોનાં સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા તેના રસિક બને છે, ત્યારે આત્મસત્તાને પ્રગટ કરનારી જે આત્મશક્તિ અત્યાર સુધી આચ્છાદિત થયેલી હતી, તે વ્યક્તરૂપે પ્રગટપણે ઉલ્લસિત થાય છે. (અર્થાત્ હે પ્રભુ ! તમારા આલંબને ઉપાદાન પ્રગટે છે.) હવે સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં શી વાર લાગવાની છે ! અર્થાતુ પુષ્ટ નિમિત્તના આલંબનથી સ્વરૂપાલંબી બનેલો સાધક અલ્પકાળમાં જ અવશ્ય સિદ્ધિસુખને પામે છે. દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ જિનેશ્વર પ્રભુ જ સર્વ જીવોના આધાર છે – પ્રાણ છે અને શરણ છે. જ નવમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં આત્મા અને પરમાત્માની વચ્ચે રહેલા અંતરને તોડવાનો સચોટ ઉપાય બતાવવામાં આવ્યો છે.
અરિહંત પરમાત્માનો સાક્ષાત દર્શનથી કે તેમની પ્રશાંતમૂર્તિના દર્શનથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, સૂક્ષ્મનિગોદથી માંડી સર્વ જીવયોનિમાં ભ્રમણ કરતાં કરતાં આજે પરમપુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ માનવભવમાં મહાન સદ્ભાગ્યે પરમાત્મદર્શન થતાં આત્મસ્વભાવની ઓળખાણ થઇ, જેથી સાધકનું હૈયું હર્ષથી પુલકિત બની જાય છે. તેમ જ વિષય-કષાયની પ્રવૃત્તિ એ જ મારા આત્મવિકાસને અવરોધનારી છે, એવો નિશ્ચય થતાં સાધક અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મસાધનામાં સહાયક સમ્યગૂ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બને છે.
અરિહંત પરમાત્માની સહજ સુખમય પૂર્ણશુદ્ધ સ્વભાવ દશાનું સાધકને જેમ જેમ વિશેષ વિશેષ જ્ઞાન થાય છે, તેમ તેમ તે સાધકની આત્મશક્તિઓ પરાનુયાયીપણું છોડીને આત્મસ્વભાવની સન્મુખે થાય છે. કt, we je we, jક પરમતત્તની ઉપાસના * ૫૫ ક, કte, B/h. she,