________________
મધ્યમ : (૧) પ્રણિધાન મહાયોગ, (૨) સમાધાન મહાયોગ, (૩) સમાધિ મહાયોગ, (૪) કાષ્ઠા મહાયોગ.
ઉત્કૃષ્ટ : (૧) પ્રણિધાન પ૨મયોગ, (૨) સમાધાન પરમયોગ, (૩) સમાધિ પરમયોગ, (૪) કાષ્ઠા પરમયોગ.
આ બાર ભેદ સ્થૂળ દૃષ્ટિથી બતાવ્યા છે. સ્થૂળ દૃષ્ટિથી વિચારતાં યોગ, વીર્ય આદિના જે ભિન્ન ભિન્ન આલંબનો બતાવ્યાં છે, તેની અપેક્ષાએ યોગ વગેરેના અનેક ભેદો થાય છે.
યોગના ઉક્ત બાર પ્રકારોની જેમ વીર્ય, સ્થામ, ઉત્સાહ આદિના પણ ૧૨૧૨ પ્રકા૨ો ક૨વાથી કુલ ૯૬ પ્રકારો થાય છે. આ ૯૬ પ્રકારો પ્રયત્નપૂર્વક થાય તો કરણયોગ અને વિના પ્રયત્ને સહજ રીતે થાય તો ભવનયોગ કહેવાય છે.
યોગ, વીર્ય, ઉત્સાહ આદિના ભિન્ન ભિન્ન આલંબનોનું વર્ણન આ ગ્રંથમાં કરેલું છે. તેમાં પ્રથમના ત્રણ યોગોનાં આલંબન પ્રવૃર્ત્યાત્મક છે; શેષ સ્થામ આદિ પાંચ યોગોનાં આલંબનો ચિંતનાત્મક છે. તે આલંબનો દ્વારા સાધકનું આત્મબળ, આત્મ સામર્થ્ય જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેના ફળરૂપે સાધક આત્મા પોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેલા કર્મમળનો ક્ષય કરવા માટે ક્રમશઃ કઇ રીતે કાર્યશીલ બને છે અને તે કર્મમળ પણ કઇ રીતે આત્માથી છૂટો
પડે છે, તે રહસ્યમય યોગપ્રક્રિયાનું વર્ણન આ ગ્રંથમાં વિશેષ પ્રકારે જોવા મળે છે. યોગ-વીર્ય આદિનાં કાર્યો (૧) યોગની સહાય વડે આત્મા પોતાના આત્મપ્રદેશોને કર્મનો ક્ષય કરવા માટે સર્વ પ્રથમ કાર્યશીલ-તત્પર બનાવે છે - જે રીતે કોઇ રાજા યા શ્રેષ્ઠી પોતાના અધિકારી-સેવકોને કાર્યશીલ બનાવે.
(૨) વીર્ય-સહાય વડે આત્મા પોતાના આત્મપ્રદેશોદ્વારા કર્મોને ધ્યાનરૂપી અગ્નિમાં નાખવા પ્રેરણા કરે છે - જેમ શેઠ વગેરે પોતાના નોકર દ્વારા કચરો બહાર ફેંકાવે.
(૩) સ્થામના સહયોગથી આત્મા પોતાના આત્મપ્રદેશોમાં રહેલા કર્મ દલિકોને ખપાવવા માટે ખેંચી કાઢે છે – જેમ ખેડૂત પોતાના ખેતરમાં રહેલ તૃણ-ઘાસ આદિ કચરાને દંતાલીથી ખેંચી કાઢે છે.
(૪) ઉત્સાહના સહયોગથી આત્મા પોતાના આત્મપ્રદેશોમાંથી ખેંચેલાં કર્મોને ઊંચે લઇ જાય છે જેમ પાઇપ દ્વારા પાણીને ઊંચે લઇ જવામાં આવે છે.
(૫) પરાક્રમના યોગે આત્મા પોતાના આત્મપ્રદેશોમાં ઊંચે ગયેલાં કર્મોને નીચે લઇ જાય છે - જેમ છિદ્ર યુક્ત ડબામાંથી તેલને નીચે લઇ જવામાં આવે છે.
(૬) ચેષ્ટાના યોગે આત્મા, સ્વસ્થાને રહેલાં કર્મોને સૂકવી નાખે છે - જેમ તપેલા લોખંડના વાસણમાં રહેલું પાણી સૂકાઇ જાય છે.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૯
-