________________
કરવાવાળા જીવો બે પ્રકારના છે ઃ એક ઉપશમક હોય છે તે લોભ-કષાયનું ઉપશમક અને બીજા ક્ષેપક. ઉપશમન કરે છે અને જે ક્ષપક હોય છે તે લોભ-કષાયનો ક્ષય કરે છે.
(અ) જે જીવો ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ કરતાં કરતાં મોહને દબાવતાં દબાવતાં આગળ વધે છે તે ઉપશમક કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે, પછી અવશ્ય પડે છે.
(બ) જે જીવો ચારિત્ર મોહનીયકર્મનો ક્ષય કરતાં કરતાં આગળ વધે છે તે ‘ક્ષપક’ કહેવાય છે. તે જીવો દસમા ગુણસ્થાનથી સીધા બારમા ગુણસ્થાને જાય છે.
આ નવમા ગુણસ્થાને રહેલા જીવો (સૂક્ષ્મ લોભ સિવાય) મોહનો ક્ષય કે ઉપશમ કરે છે તથા નવમા ગુણસ્થાનમાં સમકાળે સાથે આવેલા જીવોના અધ્યવસાયોની વિશુદ્ધિમાં નિવૃત્તિ= તરતમતા ભિન્નતા હોતી નથી અર્થાત્ સર્વના અધ્યવસાયો સમાન હોય છે. ગુણસ્થાનકમાં બાદર સ્થૂલ સંપરાય= કષાયનો ઉદય હોય છે માટે આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિ-બાદરસંપરાય સાર્થક ઠરે છે.
આ
(૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક ઃ આ ગુણસ્થાનકમાં સંપરાય એટલે કષાયનો અર્થાત્ લોભ-કષાયના સૂક્ષ્મ ખંડોનો જ ઉદય હોય છે. માટે તેનું નામ ‘સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન' છે. આ ગુણસ્થાનવર્તી જીવો પણ ઉપશમક અને ક્ષપક એમ બંને પ્રકારના હોય છે. જે
(૧૧) ઉપશાંત મોહગુણસ્થાન : દશમા ગુણસ્થાનના અંતે મોહનો સંપૂર્ણ ઉપશમ કરીને (મોહને દબાવીને) આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. જેથી તેનો ન તો વિપાકોદય થાય છે અને ન પ્રદેશોદય. માટે જ આ ગુણસ્થાનનું નામ ‘ઉપશાંત-મોહ' છે.
આ ગુણસ્થાનમાં વર્તમાન જીવ આગળનાં ગુણસ્થાનો પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે જે જીવ ક્ષપકશ્રેણી માંડે છે તે જ આગળના ગુણસ્થાનો ઉપર આરોહણ કરી શકે છે. પરંતુ અગિયારમા ગુણસ્થાનવર્તી જીવ નિયમા ઉપશમશ્રેણી કરવાવાળો હોય છે. તેથી તેનું ત્યાંથી અવશ્ય પતન થાય છે (જેમ દબાયેલો શત્રુ બળ પ્રગટ થતાં પુનઃ આક્રમણ કરે છે તેમ દબાયેલો મોહ થોડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્માનું પતન થાય છે.)
આ ગુણસ્થાનનો કાળ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. તે કાળ પૂરો થયા વિના પણ ભવ (આયુ) ક્ષયથી પડે તો તે અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં અગિયારમાથી સીધો ચોથા ગુણસ્થાનને પામે છે. જો કાળ ક્ષયથી (ગુણસ્થાનનો કાળ પૂર્ણ થવાથી) પડે તો ક્રમશઃ પડીને સાતમા
ધ્યાન વિચાર (સવિવેચન)
૦ ૩૫૩