________________
લક્ષણોથી રહિત છે તેને ધર્મ સમજે છે; અને જેમાં આત્માનું લક્ષણ નથી તે જડશરીરમાં આત્મબુદ્ધિ કરે છે.
મિથ્યાદષ્ટિ જીવની આ અવસ્થાવિશેષ જ મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે.
મોહરૂપ અવ્યક્ત મિથ્યાત્વ તો જીવમાં અનાદિથી રહેલું છે પણ તે ગુણસ્થાન સ્વરૂપ નથી. જીવને વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ પ્રગટે છે ત્યારે તેને પ્રથમ ગુણસ્થાનક કહેવાય છે. કારણ કે મિથ્યાત્વનો પ્રબલ ઉદય હોવા છતાં તેની દૃષ્ટિ કોઇક અંશમાં યથાર્થ પણ હોય છે. અર્થાત્ મિથ્યાત્વી પણ મનુષ્ય, પશુ, પક્ષી આદિને મનુષ્ય, પશુ, પક્ષી આદિ રૂપે જાણે અને માને છે. આ અપેક્ષાએ અથવા જે જીવોમાં મિથ્યાત્વની અલ્પતા થવાથી દયા, દાન, પરોપકાર, વૈરાગ્ય આદિ પ્રાથમિક કોટિના ગુણો છે, તેવા જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને ગુણસ્થાન કહેવામાં આવે છે.
મદિરાના નશામાં બેભાન બનેલા મનુષ્યને જેમ હિત-અહિતનું જ્ઞાન થતું નથી તેમ મિથ્યાત્વથી મોહિત જીવ આત્મહિતકર માર્ગમાં સાચા-ખોટાનો, હિત-અહિતનો, જડ-ચેતનનો, ધર્મ-અધર્મનો વિવેક (પૃથક્કરણ) કરી શકતો નથી.
(૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન : જે જીવ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી
કષાયનો ઉદય થતાં સમ્યક્ત્વથી ચલિત થઇ મિથ્યાત્વને અભિમુખ થાય છે ત્યારે તે જીવને આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તેનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાનો છે. તે જીવના સ્વરૂપ (અવસ્થા) વિશેષને ‘સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન' કહેવાય છે.
આ ગુણસ્થાન સમયે જો કે જીવનો ઝુકાવ મિથ્યાત્વની તરફ હોય છે, તો પણ ખીર ખાધા પછી ઊલટી કરનાર મનુષ્યને ખીરનો વિચિત્ર સ્વાદ અનુભવાય છે. તેમ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વને અભિમુખ થયેલા તે જીવને પણ અમુક સમય સુધી સમ્યક્ત્વના ગુણનો કંઇક સ્વાદ અનુભવમાં આવે છે માટે તે ગુણસ્થાનને ‘સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન' કહે છે.
જીવ જ્યારે સર્વ પ્રથમ પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે અને ચોથા ગુણસ્થાનથી પડે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે; બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે, ચઢતાં જીવને બીજું ગુણસ્થાન હોતું નથી.
(૩) સમ્યગ્ - મિથ્યાર્દષ્ટિ (મિશ્ર) ગુણસ્થાન : મિથ્યાત્વ મોહનીયના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ આ ત્રણ પુંજોમાંથી જ્યારે અર્ધશુદ્ધ પુંજનો ઉદય થાય છે ત્યારે જીવની દિષ્ટ પણ કંઇક
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૫૦