________________
અંતરાત્મભાવ વડે બહિરાત્મભાવનો ત્યાગ કરીને પ્રચ્છન્ન પરમાત્મભાવને પ્રગટ કરી શકાય છે, પામી શકાય છે.
આત્મામાં પરમાત્મા બનવાની યોગ્યતા રહેલી છે. તેથી જ આત્મા જ્યારે પરમાત્મા સાથે એકત્વ ભાવનાથી ભાવિત બની સમાપત્તિ સિદ્ધ કરે છે, ત્યારે પરમાત્મતુલ્ય પોતાની આત્મશક્તિને જાણે છે. (જે આત્મા આ પરમાત્મભાવનાનો ‘વિષય’ નથી બનતો, તેને આ તાત્ત્વિકી સમાપત્તિ થતી નથી.)
પરમાત્મ-ધ્યાનના પ્રભાવે અવિદ્યામિથ્યા મોહનો નાશ થવાથી, પ્રત્યેક અવસ્થામાં પ્રચ્છશરૂપે રહેલી પરમાત્મશક્તિનું જ્ઞાન થાય છે.
જગતના સર્વ જીવો સ્વરૂપની, શક્તિની અપેક્ષાએ સમાન છે, તેથી તે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવસ્વતુલ્ય ભાવ દાખવવો તેમજ તદનુરૂપ પ્રવૃત્તિ કરવી તે મુમુક્ષુ સાધકનું કર્તવ્ય છે એમ જ્ઞાની પુરુષો ફરમાવે છે. જે પ્રેમ લાગણી આપણને આપણી જાત માટે છે, આપણા નિકટવર્તી જીવો માટે છે, તે પ્રેમ અને લાગણીને જીવજાતિ સુધી વિસ્તારવી એ જ ‘સામાયિક'નું પ્રવેશદ્વાર છે.
-
ત્રણ જગતના તમામ જીવો જ્યારે આત્મવત્ અને આત્મભૂત પ્રતીત થાય છે, ત્યારે સર્વ પ્રકારના અશુભ આસ્રવ
કર્મબંધનાં દ્વારો બંધ થાય છે અને સંવરનિર્જરા સ્વરૂપ ચારિત્રનું શુદ્ધ પાલન થવા સાથે આત્મરતિ અનુભવાય છે.
શુદ્ધ નયની દૃષ્ટિએ ચેતના લક્ષણથી જીવનો એક ભેદ છે, તેમ વ્યવહાર નયની દૃષ્ટિએ જીવના ૨, ૩, ૪, ૫, ૬, ૧૪ યાવત્ ૫૬૩ ભેદ પણ થાય છે અને તે ભેદવાળા જીવોમાં પણ ઔયિક, ક્ષાયોપશમિક આદિ ભાવોની વિચિત્રતાને લઇને અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. જીવોની કર્મજન્ય તે-તે વિષય અવસ્થા-વિશેષને લઇને પણ તેમના પ્રત્યેનો મૈત્રીભાવ ખંડિત ન થાય, દ્વેષ કે તિરસ્કાર ન થાય, માટે દુ:ખી જીવો પ્રત્યે કરુણા, ગુણી જીવો પ્રત્યે પ્રમોદ અને વિપરીત વૃત્તિવાળા જીવોના દોષ પ્રત્યે ઉપેક્ષા-મધ્યસ્થ ભાવ રાખવાથી ‘મિત્તી મે સવ્વ ભૂએસ’ના પરિણામને અખંડ રાખી શકાય છે.
ઉપકારી ભગવંતો ફરમાવે છે કે ધર્મની પરિણિત પહેલાં જીવને જે મૈત્રી પોતાની જાત સાથે હોય છે, જે પ્રમોદ પોતાના ગુણ માટે હોય છે, જે કરુણા પોતાનાં દુ:ખ પ્રત્યે હોય છે, જે ઉપેક્ષાભાવ પોતાના દોષ પ્રત્યે હોય છે
ધર્મ પરિણતિ પછી તે જ મૈત્રીભાવ સમસ્ત જીવજાતિ સાથે હોય છે, તેવો જ પ્રમોદ સર્વ ગુણીજનોના ગુણ પ્રત્યે હોય છે, તેવી જ કરુણા સર્વ દુ:ખી જીવો પ્રત્યે
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૩૨૨
–