________________
उत्साहस्य ऊर्ध्वलोकवस्तुचिन्ता । पराक्रमस्य अधोलोकचिन्ता । चेष्टायाः तिर्यग्लोकचिन्तनम् ॥ અર્થ : ઊર્ધ્વલોકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે - ઉત્સાહનું આલંબન છે.
અધોલોકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે - પરાક્રમનું આલંબન છે.
તિર્યશ્લોકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે - ચેષ્ટાનું આલંબન છે.
‘લોકપ્રકાશ’ આદિ ગ્રંથોમાં છે, ત્યાંથી ગુરુગમ દ્વારા જાણી લેવું. અહીં તેનો સંક્ષિપ્ત વિચાર કરીશું.
લોકપુરુષ
સમગ્ર લોક ચૌદ રજ્જુપ્રમાણ છે અને તે પુરુષાકાર ધારણ કરતો હોવાથી તેને ‘લોકપુરુષ' કહેવામાં આવે છે, અર્થાત્ સમતલ ભૂમિ ઉપર બે પગ પહોળા કરી, બંને હાથ કેડ પર રાખી ટટ્ટાર ઊભેલા પુરુષ જેવો લોકનો આકાર છે.
તાત્પર્ય કે માનવાકૃતિ એ લોકપુરુષની આકૃતિની જ લઘુ આવૃત્તિ છે, પણ તેમાં રહેલા આત્માના અસંખ્ય પ્રદેશોનું પૂર્ણ પ્રાગટ્ય અને શુદ્ધીકરણ, ચિંતનને લોકસ્વરૂપના યથાર્થ ચિંતનમાં ઢાળવાથી થાય છે આ રીતે ‘પિંડે સો બ્રહ્માંડે’ ઉક્તિ સંગત ઠરે છે.
સમગ્ર લોકને પોતામાં સમાવીને રહેલા લોકપુરુષનું ચિંતન અને ધ્યાન ‘સર્વત્ર સુદ્ધી ભવતુ ભો:' પદના સતત જાપ તેમજ
વિવેચન આત્મા અનંત વીર્યશક્તિનો મહાસાગર છે, એને જેવાં આલંબનો મળે છે તેને અનુરૂપ વીર્ય-શક્તિ ઉલ્લસિત થઇને પોતાનું કાર્ય કરે છે.
ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા એ આત્માની વીર્ય-શક્તિના સામર્થ્ય વિશેષના જ વિશિષ્ટ પ્રકારો છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યંચ્ લોકના પદાર્થોના ચિંતનના આલંબને ક્રમશઃ ઉત્સાહ આદિ ત્રણે યોગો ઉલ્લસિત થાય છે.
આ ત્રણ યોગોમાં ઉત્સાહ-યોગનું ચિંતન-મનનથી ક્રમશઃ પ્રગટે છે.
કાર્ય આત્મપ્રદેશોમાં રહેલા કર્મોને ઉપર લઇ જવાનું છે, પરાક્રમ-યોગનું કાર્ય ઉપર આવેલા કર્મ-દલિકોને પાછા નીચે લઇ જવાનું છે અને ચેષ્ટા-યોગ પોતાના સ્થાનમાં રહેલા કર્મ-પ્રદેશોને સૂકવી નાખવાનું કાર્ય કરે છે.
ઊર્ધ્વ, અધો અને તિર્યક્ લોકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન ‘બૃહત્ સંગ્રહણી’,
એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ - આ છ દ્રવ્યોથી આ લોક પરિપૂર્ણ-વ્યાપ્ત છે.
અનંત કરુણાવંત ભગવંતોએ જીવો પર ઉપકાર કરવાના શુદ્ધ આશયથી આવા આ લોકના ત્રણ વિભાગ પાડીને તેના સ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૧૩