________________
કર્યા વિના આપમેળે જ જે ઉલ્લસિતપ્રગટ થાય, તે ‘ભવન’ કહેવાય છે.
વિવેચન : પ્રત્યેક મુક્તિગામી જીવને પૂર્વે બતાવેલા પ્રણિધાનાદિ યોગોની જેમ નિર્વિકલ્પ ધ્યાનરૂપ આ ઉન્મત્તીકરણ
આદિની અવસ્થા પ્રાપ્ત થાય છે. કારણ કે આ ઉન્મત્તીકરણ આદિ કરણો પ્રણિધાનાદિ યોગોનું ફળ છે.
મન-ચિત્ત વગેરેના નિરોધની અવસ્થા સમજ અને પ્રયત્નપૂર્વક તેમજ સહજ રીતે એમ બંને પ્રકારે પ્રાપ્ત થઇ શકે છે.
શ્રી તીર્થંકર ભગવંતો આદિ પરમજ્ઞાની પુરુષોની જેમ જે સાધકો નિર્વિકલ્પ અવસ્થાનું જ્ઞાન (માર્ગદર્શન) ગુરુ, શાસ્ત્ર વગેરે દ્વારા મેળવી, તેના યથાર્થ અભ્યાસ દ્વારા મન-ચિત્ત વગેરેનો નિરોધ કરે છે તે ‘ઉન્મનીકરણ’ આદિ કહેવાય છે.
મરુદેવા માતાની જેમ જે સાધકો સહજ રીતે નિર્વિકલ્પ દશા વગેરેની ભૂમિકા પ્રાપ્ત કરે છે, તે ‘ઉન્મનીભવન’ આદિ કહેવાય છે.
આ રીતે મન-ચિત્ત-ચેતના આદિ બાર વસ્તુઓના નિરોધની પ્રક્રિયા બંને રીતે થતી હોવાથી તેના ‘કરણ’ અને
‘ભવન’ એવા મુખ્ય બે વિભાગ પડે છે અને જઘન્યાદિ ભેદથી તે દરેકના ચારચાર પ્રકાર થાય છે તે ક્રમશઃ આગળ બતાવવામાં આવશે.
•
મૂળ પાઠ :
द्वितीयं चित्तविषयं करणमष्टधा - निश्चित्तीकरणमित्यादि ४ । निश्चित्तीभवनमित्यादि ४ । चित्तं - त्रिकालविषयं चिन्तनम्, तदभाव उच्छ्वासाद्यभावहेतुः ॥ २ ॥ અર્થ : બીજું કરણ ચિત્ત-વિષયક છે. તેના આઠ પ્રકાર આ પ્રમાણે છે
(૧) નિશ્ચિત્તીકરણ, (૨) મહાનિશ્ચિત્તીકરણ, (૩) પરમ-નિશ્ચિત્તીકરણ, (૪) સર્વ-નિશ્ચિત્તીકરણ, (૫) નિશ્ચિત્તીભવન, (૬) મહા-નિશ્ચિત્તીભવન, (૭) પરમ-નિશ્ચિત્તીભવન, (૮) સર્વનિશ્ચિત્તીભવન.
ચિત્ત એટલે ત્રણ કાળ સંબંધી ચિંતન તેનો અભાવ થવાથી તે ઉચ્છ્વાસ આદિના અભાવનું કારણ બને છે.
વિવેચન : ચિત્તનો નિરોધ કરવો એ બીજું નિશ્ચિત્તીકરણ છે.
મન અને ચિત્ત સામાન્ય રીતે એકાર્થક નામો હોવા છતાં બંનેનું પૃથક્કરણ એ - તે બંનેના કાર્યભેદને સૂચિત કરે છે.
(૨) નિશ્ચિત્તીકરણ
સામાન્ય ચિંતન-પ્રવૃત્તિ એ મનનું કાર્ય છે અને ત્રણ ‘કાળ’ વિષયક ચિંતનપ્રવૃત્તિ એ ચિત્તનું કાર્ય છે.
ચિત્તનો નિરોધ થવાથી સાધક ત્રણે કાળ સંબંધી ચિંતન-પ્રવૃત્તિથી મુક્ત બને છે.
ધ્યાન વિચાર (સવિવેચન)
૦૨૭૬