________________
આ પ્રમાણે અક્ષરના વિભાગથી અનુક્રમે જો ચાર પ્રકારે મંત્રનો જાપ થાય, તો તે અનંત ફળ આપનાર થાય છે. ‘યોગશાસ્ત્ર’ના અષ્ટમ પ્રકાશમાં ૩, અર્દ, ૐ ત્તિ આ ૩ સા આદિ અનેક મંત્રપદોના ધ્યાનની વિસ્તૃત પ્રક્રિયાઓ બતાવી છે તે બધી ‘પદસ્થ ધ્યાન’ રૂપ હોવાથી તેનો અંતર્ભાવ ‘પરમાક્ષર વલય'માં ગર્ભિત રીતે થઇ જાય છે.
આ અને બીજા પણ એવા પંચપરમેષ્ઠીગર્ભિત અનેક પ્રકારના મંત્રો - આ એકવીસ અક્ષરોમાં અંતર્ભૂત થયેલા છે.
‘શુભાક્ષર વલય'માં પ્રભુની આજ્ઞાદિનું પ્રધાનતયા ચિંતન હોવાથી તે ‘વિચારાત્મક ધ્યાન' છે.
‘અનક્ષર વલય’માં શુભ વિચારના આલંબન દ્વારા ‘નિર્વિચાર-ધ્યાન'માં પ્રવેશ કરવાનું સૂચન છે અને ‘પરમાક્ષર વલય'માં પવિત્રપદો-મંત્રપદોના આલંબન દ્વારા ધ્યાન કરવાનું બતાવી સર્વ પ્રકારનાં ‘પદસ્થ ધ્યાનો’ની મહત્તા સૂચવી છે.
(૪) ‘અક્ષર વલય’માં ૪ થી ૪ સુધીના બાવન અક્ષરોનો ન્યાસ કરવામાં આવે છે. આ બાવન અક્ષરોમાંથી અકાર આદિ કોઇ એક અક્ષરના આલંબનથી પણ ધ્યાન કરી શકાય છે.
૧.
આ બાવન અક્ષરોને વર્ણ-માળા, વર્ણ-માતૃકા, સિદ્ધ-માતૃકા વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
માતૃકાનો પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર રૂપ છે, શ્રુતજ્ઞાન સ્વરૂપ છે, ‘વાચ્ય’ અને ‘વાચક’ભાવથી રહિત છે. તેના આલંબનથી ‘નાદાનુસંધાન’ની પ્રક્રિયા પણ અત્યંત સુગમ અને સરળ બની રહે છે.
આ વર્ણ-માતૃકા, વર્ણ-માળા અનાદિ સંસિદ્ધ અને સિદ્ધાન્ત-પ્રસિદ્ધ છે. અનાદિ સંસિદ્ધ છે, એટલે કે તેના બનાવનાર કોઇ નથી, તે શાશ્વત અને સ્વયંભૂ છે.
માતૃકા એ જ્ઞાન-શક્તિનો પ્રસાર છે, એટલે કે આત્માની જ્ઞાન-શક્તિ છે. આ દૃષ્ટિએ અક્ષરો (વર્ણો) એ માતૃકાનો દેહ છે અને માતૃકા (જ્ઞાન-શક્તિ) તે દેહમાં રહેલ અંતરાત્મા છે. માતૃકારૂપ જ્ઞાનશક્તિનું ઉદ્બોધન કરનાર વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા - આ ચાર પ્રકારની વાણી છે. તેથી આ ચારે પ્રકારની વાણીને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે. વૈખરી આદિ માતૃકાઓ પ્રવાહથી અનાદિ છે.
સ્પષ્ટોચ્ચારરૂપ વૈખરી, શ્રુતજ્ઞાનોપયોગરૂપ મધ્યમા અને શ્રુતજ્ઞાનના ક્ષયોપશમલબ્ધિરૂપ પશ્યન્તી એ સર્વ
यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगैः ॥ १ ॥
જે ધ્યાન પવિત્ર-પદોનું (મંત્રાક્ષરોનું) આલંબન લઇને કરાય છે, તેને સિદ્ધાન્તના પારગામીઓએ ‘પદસ્થ ધ્યાન' કહેલું છે.
‘યોગશાસ્ત્ર' પ્રાશ ૮.
ધ્યાન વિચાર (સવિવેચન) - ૧૫૯