________________
ભાવશૂન્ય-ધ્યાનનું આ સ્વરૂપ ખરેખર પુનઃ પુનઃ મનનીય છે.
(૪) પરમશૂન્યધ્યાન
મૂળ પાઠ :
परमशून्यं - त्रिभुवनविषयव्यापि चेतो विधाय एकवस्तुविषयतया संकोच्य ततस्तस्मादप्यपनीयते ॥ ४ ॥ અર્થ : ચિત્તને પ્રથમ ત્રણ ભુવનરૂપી વિષયમાં વ્યાપક કરીને, પછી તેમાંથી એક વસ્તુમાં સંકોચી લઇને, પછી તે એક વસ્તુમાંથી પણ ચિત્તને ખસેડી લેવામાં આવે તે ‘પરમશૂન્ય’ કહેવાય છે.
વિવેચન : આ પરમ શૂન્યધ્યાનમાં ચિત્તની એકાગ્રતા પ્રકર્ષને પામે છે. ત્રિભુવનવ્યાપી બનેલા મનને ક્રમશઃ સંકોચીને એક પરમાણુ ઉ૫૨ સ્થાપિત કરવામાં આવે છે.
•
‘ધ્યાનશતક’માં શુક્લધ્યાનનો ક્રમ બતાવતાં કહ્યું છે કે - ‘ત્રિભુવનવિષય
વ્યાપી ચિંતનનો ક્રમે-ક્રમે સંક્ષેપ કરીને અંતે એક આત્મતત્ત્વ કે પરમાણુના વિષયવાળું બનાવે અને પછી તેના ઉપરથી પણ મનને ખસેડી લેવામાં આવે છે ત્યારે મનરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે.
ત્રિભુવનવ્યાપી ચિત્ત ક્રમશઃ અલ્પ વિષયવાળું બને છે અને જ્યારે ચિત્ત કોઇ એક આત્મા વગેરે વસ્તુના એક જ પર્યાયના ચિંતનમાં સુનિશ્ચલ બને છે ત્યારે શુક્લધ્યાનનો બીજો પ્રકાર ‘એકત્વવિતર્ક-સવિચાર’હોય છે. એમ બીજા પ્રકારનાં લક્ષણો ઉપરથી ફલિત થાય છે. તે લક્ષણો આ પ્રમાણે છે
શ્રુતજ્ઞાનના સુદૃઢ અભ્યાસ અને તજ્જન્ય પરિણતિના પ્રભાવે એક પદાર્થના ચિંતન પછી તરત અન્ય પદાર્થનું ચિંતન કરે તેમજ એક શબ્દથી શબ્દાંતરનું ચિંતન કરે અથવા એક યોગથી અન્ય યોગનું આલંબન લે-એ રીતે નાના અર્થોના ચિંતનમાં દૃઢ અભ્યાસ થવાથી આત્મગુણનો આવિર્ભાવ થતાં સાધક જ્યારે એકત્વ ચિંતન માટે યોગ્ય બને ત્યારે એક જ યોગના આલંબન વડે ઉત્પાદાદિ એક જ પર્યાયનું ધ્યાન કરે છે. (૫) કલા ધ્યાન
• મૂળ પાઠ :
कला - द्रव्यतो मल्लादिभिर्नाडीનેન યા ઘટાબતે, ભાવતસ્તુ અત્યન્તામ્યાત: સ્વયમેવ દેશ-વ્હાલकरणाद्यनपेक्ष्य या समारोहति, अन्येन
૧. ત્રિભુવનવિષયતા - જેમ કે કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરતી વખતે ચોથા સમયે પોતાના આત્મ-પ્રદેશોને સર્વલોકવ્યાપી બનાવે છે તે અવસ્થાનું ધ્યાન કરવાથી આપણા ચિત્તનો વિષય સમગ્ર લોક બની શકે છે.
૨. તિન્નુય-વિસયં મસો સંશ્વિવિડ મળો ગળુંમિ છમત્યો । झायइ सुनिप्पकंपो झाणं अमणो जिणो होड़ ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૧૦૬
- ‘ધ્યાનશત', ગાથા ૭૦.