________________
આ ચાર પ્રકારના આપનારા : ૧. ખાબોચીયા જેવા : દુર્જન : પગ-વસ્ત્ર બગાડે તેવા. ૨. તળાવ જેવા : સજ્જન : સામે ચડીને માંગો તો ના ન
પાડે. ૩. નદી જેવા : સંત : સામે ચડીને આપવા જાય. ૪. સાગર જેવા : અરિહંત : કદી ખૂટે જ નહિ. (સાગરમાંથી વાદળ બને, વાદળમાંથી નદી-તળાવ વગેરે બને. બધાનું મૂળ સાગર છે, તેમ બધા દાનનું મૂળ સાગર જેવા અરિહંત છે.) - સુપાત્ર દાન :
છે પૃથ્વીનો શણગાર : પુરુષ. cછે પુરુષનો શણગાર : લમી.
છે લક્ષ્મીનો શણગાર : દાન. Cછે દાનનો શણગાર : સુપાત્રદાન.
* * *
[ ૩૬. નિંદા છે ચાર ચંડાળ : ૧. જન્મથી ચંડાળ હોય તે જન્મચંડાળ. ૨. કામથી ચંડાળ હોય તે કર્મચંડાળ. ૩. ક્રોધ કરવાથી ચંડાળ જેવો લાગે તે ક્રોધચંડાળ, ૪. નિંદા કરીને ચંડાળ બને તે નિંદાચંડાળ. - ૨સાધિરાજ :
કહેવાય છે કે ભોજનના છ રસોમાં મધુર રસ રાજા છે. શૃંગારાદિ નવ રસોમાં ‘શાંત રસ’ રાજા છે, પણ દુનિયા જોતાં
ન આકાશગંગા • ૧૮૦ -
એમ લાગે છે બધા રસોનો ચક્રવર્તી નિંદાનો રસ છે. કારણ કે – પડ રસ ભોજનનો ત્યાગ કરનારા પણ નિંદાના રસનો ત્યાગ કરી શકતા નથી. આ ચેન ન પડે..
છે કૂતરાને ભસ્યા વિના ચેન ન પડે. @ કવિને કવિતા લખ્યા વિના ચેન ન પડે. છે વક્તાને વ્યાખ્યાન વિના ચેન ન પડે.
ગવૈયાને ગીત વિના ચેન ન પડે. ce લેખકને લખ્યા વિના ચેન ન પડે.
છે વેપારીને વેપાર વિના ચેન ન પડે. Cછે જુગારીને જુગાર વિના ચેન ન પડે. Cછે દારૂડિયાને દારૂ વિના ચેન ન પડે. છે તેમ નિદકને નિંદા વિના ચેન ન પડે. સાવધાન !
જો કોઇ માણસ તમારી પાસે આવીને બીજાની નિંદા કરતો હોય તો તરત જ સાવધાન થઇ જજો . કારણ કે એ માણસ બીજાની પાસે તમારી નિંદા પણ કરવાનો જ.
તમે ચાર-પાંચ જણ ગપ્પા મારતા હોય ત્યાં ગયા છો ? શું ચાલતું હોય છે ત્યાં ? નિંદાના જામ ભરી-ભરીને પીવાતા હોય છે. તમે બરાબર ધ્યાન રાખશો તો જણાશે કે પાંચમાંથી જે ચાલ્યો જાય છે, બાકી રહેલા ચાર જણા તેની જ નિંદા કરવાનું શરૂ કરી દેતા હોય છે. તો તમારે સમજી લેવું જોઇએ કે જો હું ચાલ્યો જઇશ તો મારી ગેરહાજરીમાં આ લોકો મારી પણ નિંદા કરવાના જ ! સલામ આ નિંદકોની ટોળીને ! તમે જો ડાહ્યા હશો તો એ ટોળીમાંથી અવશ્ય ભાગી છૂટશો.
ન આકાશગંગા • ૧૮૧ |