________________
છે તમે કેવા? કૃપણ કે ઉદાર ? છે તમે ન ખાવ અને બીજાને પણ ન ખાવા દો તો તમે
મખીચૂસ છો. cછે તમે ખાવ પણ બીજાને ન આપો તો કંજૂસ છો.
છે તમે ખાવ અને બીજાને પણ ખવડાવો તો દાની છો. cછે તમે ન ખાઇને બીજાને ખવડાવો તો ઉદાર છો. વાદળ જેવા આપનારા માણસો : છે ગરજે પણ વરસે નહિ, બોલે પણ આપે નહિ. Cછે ગરજે નહિ પણ વરસે, બોલે નહિ પણ આપે. છે ગરજે પણ ખરો અને વરસે પણ, બોલે અને આપે. છે ગરજે પણ નહિ અને વરસે પણ નહિ, બોલે ય નહિ
ને આપે ય નહિ. છે દાન ક્યારે કરશો ? તંદુરસ્તીમાં કરેલું દાન સોનું. માંદગીમાં કરેલું દાન ચાંદી. મરતાં કરેલું દાન તાંબું. અને દાન જ ન કરવું તે લોઢું. (ના... લોઢું પણ નહિ.) છે હથેળીમાં વાળ કેમ નહિ ? રાજા : “મારી હથેળીમાં વાળ કેમ નથી ઊગ્યા ?” મંત્રી : “આપ એટલું બધું આપો છો કે તે ઘસાઇ ગયા.' ‘તારી હથેળીમાં વાળ કેમ નથી ?' ‘લેતાં-લેતાં ઘસાઇ ગયા.' ‘સભામાં બેઠેલાઓની હથેળીમાં વાળ કેમ નથી ?' કંઇ નહિ મળવાથી તેઓ હાથ ઘસતા જ રહી ગયા.'
આકાશગંગા - ૧૦૬
છે ધન વૃદ્ધિ શી રીતે ? cક વ્યાજમાં ધન બેવડું. Cછે વેપારમાં ધન ચાર ગણું. છે ક્ષેત્રમાં ધન સો ગણું. છે સુપાત્રમાં ધન અનંતગણું . કલિયુગમાં દાન શ્રેષ્ઠ : Cછે સત્યયુગમાં તપ. cશ ત્રેતાયુગમાં જ્ઞાન. Cછે દ્વાપર યુગમાં યજ્ઞ. છે કલિયુગમાં દાન શ્રેષ્ઠ છે.
- મનુસ્મૃતિ કમાવ અને આપો : સો હાથે કમાવ, હજાર હાથે આપો.
- ઋગ્વદ જ આપો... આપો... Cછે શ્રદ્ધાથી કે અશ્રદ્ધાથી. છે આબાદીમાં કે ગરીબીમાં . Cછે પ્રેમથી કે ભયથી. છે લોકલાજથી કે ગમે તે રીતે પણ આપો.
- તૈતરીય ઉપનિષદ્ જ ન આપો :
છે યશ માટે ન આપો. Cછે ભયથી ન આપો. છે અપકાર કરનારને ન આપો.
ન આકાશગંગા • ૧૦e |