________________
* દૂધ અને પાણી :
દૂધ અને પાણીની મૈત્રી તો જુઓ ! પાણીએ દૂધ સાથે મૈત્રી કરી તો બદલામાં દૂધે પાણીને પોતાનો સફેદ રંગ આપ્યો.
દૂધ જયારે ગરમ થવા લાગ્યું ત્યારે મિત્રના દુ:ખથી પાણી વરાળ બનીને ઊડી જવા લાગ્યું ! મિત્રને જતો જોઇ દુઃખી બનેલા દૂધે ઊભરાઇને તપેલામાંથી અગ્નિમાં પડવા માંડ્યું. ગૃહિણીએ પાણી નાખ્યું અને દૂધે ઊભરાવાનું બંધ કર્યું. મિત્ર મળી જાય પછી શાંતિ થઇ જ જાયને ?
દૂધ અને પાણી જેવા જડમાં પણ આટલી મૈત્રી તો માણસની મૈત્રી કેવી હોવી જોઇએ ?
* આજકી દોસ્તી :
આજ કલકી દોસ્તી, કાગજ કા ફૂલ હૈ;
દેખને મેં ખૂબસૂરત, સૂંધને મેં ધૂલ હૈ. * સાચી મૈત્રી :
સાચી મૈત્રી તો પાણીની સાથે કાદવની છે. જુઓ, પાણી સૂકાતાં જ સૂકાઇ ગયેલા કાદવનું (ધરતીનું) મોઢું કેવું ફાટી જાય છે ? * મૈત્રી :
હંસા પ્રીતિ કાહે કી, વિપત પડે ઊડ જાય; સાચી પ્રીતિ સેવા કી, જળ સાથે સૂકાય.
***
મિત્ર ઐસા કીજિએ, ઢાલ સરિખા હોય; સુખમેં પીછે પડ રહે, દુઃખમેં આગે હોય. * ફોતરાનું મૂલ્ય :
ફોતરા જેવાની દોસ્તી નકામી છે, એમ માનો છો ? તમે હજુ મૂર્ખના સ્વર્ગમાં જીવી રહ્યા છો. પોતાના કુળનો અનુકૂળ માણસ આકાશગંગા ૦ ૧૪૮ -
ફોતરા જેવો હોય તો ય તેની દોસ્તી તોડાય નહિ. તમે ડાંગર જોઇ છે ? એ જ્યારે પોતાને લાગી ગયેલા ફોતરા હટાવી દે છે, ત્યારે શું ગુમાવે છે ? ફરીથી ઊગવાની શક્તિ ગુમાવી બેસે છે.
ફોતરાની પણ કિંમત છે મારા ભાઇ ! આ વિશાળ વિશ્વમાં ફોતરા પણ નકામા નથી તો કોઇ માણસ શી રીતે નકામો હોઇ શકે ?
આ જગતમાં કોઇ એવું પાંદડું નથી કે જેમાં ઔષધીય ગુણ ન હોય, કોઇ એવો અક્ષર નથી કે જેમાં મંત્ર ન હોય, કોઇ એવો પુરૂષ નથી કે જેમાં કોઇ જ યોગ્યતા ન હોય. માત્ર તે યોગ્યતા શોધી કાઢવાની જરૂર છે. કહેવાય છે કે અળસીયા ન હોત તો ધરતીએ ક્યારનાય રસ-કસ ગુમાવી દીધા હોત. ધરતીને રસાળ રાખવામાં અળસીયાનું ખૂબ જ મોટું યોગદાન છે.
અળસીયા પણ નકામા નથી તો કોઇ માણસ કઇ રીતે નકામો હોઇ શકે ?
* કણ-કણ મીલ કર...
→ એક સળીથી નહિ, પણ સળીઓના સમૂહથી બનેલી સાવરણીથી ઘર સાફ થાય છે.
એક તંતુથી નહિ, પણ તંતુઓથી બનેલા દોરડાથી હાથી બાંધી શકાય છે.
એક બિંદુથી નહિ, પણ બિંદુઓના સમૂહથી સિંધુ બને છે. એક કણથી નહિ, પણ કણોના સમૂહથી પર્વત બને છે. એક ક્ષણથી નહિ, પણ ક્ષણોના સમૂહથી સદીઓ બને છે. કણ-કણ મીલ કર, બન ગઇ નદીયાં; ક્ષણ-ક્ષણ મીલ કર, બન ગઇ સદીયાં.
આ બધા સંગઠન માટેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આકાશગંગા - ૧૪૯