________________
ગયા. વર્ષો સુધી નકામા હેરાન થયા. અહીં તો કોઇ જાતની ડખલ નથી. કોઇ ખળભળાટ નથી. મોજાઓ તરફથી કોઇ તકલીફ નથી. ખરેખર આપણે ફાવી ગયા.
બીજો કંઇક ઠરેલ હતો. તે વિચારીને બોલ્યો : બંધુ ! તારી વાત સાચી છે, પણ સંપૂર્ણ રીતે સાચી નથી. આથી જ તારી વાત કદાચ ખોટી છે. આપણે સાગરમાંથી બહાર આવ્યા તો થોડીક આઝાદી મળી, પણ સલામતી કેટલી ? થોડીવારનો આનંદ... પણ પછી શું ? મને તો આપણો નાશ દેખાઇ રહ્યો છે. મારું માનતો હોય તો ચાલ... આપણે સમુદ્રમાં પાછા જતા રહીએ.' ‘ના... મારે તો નથી જ આવવું. તારે જવું હોય તો જા. તને તો પરતંત્રતા જ ગમતી લાગે છે. બેડીમાં જ તને આભૂષણ દેખાય છે. હું તો આઝાદીમાં માનનારો છું. આવી આઝાદી છોડી હવે હું હેરાન થવા નથી માંગતો.’
બીજો બિંદુ જતો રહ્યો અને પેલો કિનારે જ રહ્યો. પણ થોડીવારમાં જ તેના અંગેઅંગ ઓગળવા લાગ્યા. ઉપરથી સૂર્યના હજાર હજાર કિરણો તેને સૂકવવા લાગ્યા. નીચેથી ધરતીના કણ-કણ તેને શોષવા લાગ્યા. માંડ માંડ તે પોતાનું અસ્તિત્વ ટકાવવા મથતો હતો, ત્યાં જ એક ત્રણ વર્ષનો બાળક આવ્યો ને તેના પગ નીચે તે છુંદાઇ ગયો. તેના સોએ વરસ ત્યાં જ પૂરા થઇ ગયા. આઝાદી એના માટે બરબાદી બની.
સમુદ્રમાં ગયેલા બિંદુનું શું થયું ? અરે... એ તો સિંધુ બની ગયો. હવે તેને ન ધરતી શોષી શકે કે ન સૂર્ય સૂકાવી શકે. ત્રણ વર્ષના બાળકના પગ તળે ચગદાઇ જવાની વાત તો જવા દો, પણ હવે તે પોતાની છાતી પર હજારો ટનની સ્ટીમર આવી જાય તો પણ ગભરાતો નથી. આ છે સંગઠનની તાકાત ! – આકાશગંગા ૨ ૧૪૬
આ છે જગતના જીવો સાથે મૈત્રી ભાવથી જોડાઇ જવાની તાકાત !
જે જગતના જીવોથી છુટો પડી જાય છે, વેર-વિરોધ ઊભો કરે છે, પોતાનો અહંકાર અકબંધ રાખવા પ્રયત્ન કરે છે, તે આખરે ફેંકાઇ જાય છે, નષ્ટ થઇ જાય છે.
ધર્મી આત્માએ તો સર્વ જીવોની સાથે મૈત્રી રાખવાની છે. તેનું હૃદય તો હંમશા પોકારતું હોય : આપણે સૌ એક જ ફૂલની પાંખડીઓ છીએ. આપણે સૌ એક જ સૂર્યના કિરણો છીએ. આપણે સૌ એક જ વસ્ત્રના તાણા-વાણા છીએ. આપણે સૌ એક જ વૃક્ષના ફૂલો છીએ. આપણે સૌ એક જ ડાળના પંખીઓ છીએ. આપણે સૌ એક જ વહાણના મુસાફરો છીએ. આપણે સૌ એક જ હાંડલીના ચોખા છીએ. આપણે સૌ એક જ શરીરના અવયવો છીએ. આપણે સૌ એક જ ઘડિયાળના સ્પેરપાર્ટો છીએ. આપણે સૌ એક જ સંગીતના સૂરો છીએ. આપણે સૌ એક જ સૂત્રના તંતુઓ છીએ. આપણે સૌ એક જ સાગરના બિંદુઓ છીએ. આટલી વાત જેને સમજાઇ ગઇ તે અંત સાથે જોડાઇ ગયો,
તે અક્ષય બની ગયો, તેનો નષ્ટ થવાનો ભય ચાલ્યો ગયો.
આપણે બધા જુદાપણાની કલ્પનાથી ભયભીત છીએ. બિંદુ બનીને કિનારા પર રહીએ છીએ માટે ભયભીત છીએ. જેણે મૈત્રીના મહાસાગરમાં ડૂબકી લગાવી તે તો અક્ષય-અનંત બની ગયો. તેને નાશ પામવાનો ભય કેવો ?
આકાશગંગા - ૧૪૦